મનોરંજન

પિતા બનતા બદલાઈ ગયો Ranveer Singh? Caring Husband મટીને દિપીકાને રાહ જોવડાવતો થઈ ગયો!

બોલીવૂડ એક્ટ્રેસ Deepika Padukoneએ હાલમાં જ એક પરીને જન્મ આપ્યો છે, પરંતુ માતા બન્યા બાદથી સોશિયલ મીડિયા પર તેની એક્ટિવિટી સાવ બદલાઈ ગઈ છે. હવે દીપુ સોશિયલ મીડિયા પર પેરેન્ટિંગ અને બાળકોના વર્તન સાથે સંકળાયેલી રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સૌથી પહેલાં દીપુએ પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં ફેરફાર કર્યો અને ત્યાર બાદ તે અવારનવાર બાળકોના વર્તનને લઈને કોઈને કોઈ ક્લિપ ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરે છે. આ જ ક્રમમાં તેણે એક રીલ શેર કરીને તેમાં Ranveer Singhને ટેગ કર્યો છે.

આ પણ વાંચો: Ranveer Singhએ કોને કહ્યું બાપ બન ગયા રે… વીડિયો થયો વાઈરલ…

દિપીકા પદુકોણે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક નાનકડું બાળક પોતાના રમકડાના દુરબીનથી દરવાજાની બહાર જોયા કરે છે. આ રીલની કેપ્શનમાં દિપુએ લખ્યું છે કે જ્યારે મારો પતિ મને કહીને જાય છે કે તે 5 વાગ્યા સુધી આવી જશે અને 5.01 મિનિટ પર હું આ રીતે રાહ જોવા લાગું છું. દિપીકાએ આ વીડિયો પર રણવીર સિંહને ટેગ કરીને એક ક્યુટ ઈમોજી પણ બનાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિપીકાએ સાતમી સપ્ટેમ્બરના જ દીકરીને જન્મ આપ્યો હતો. પેરેન્ટ્સ બન્યા બાદ દિપીકા પતિ રણવીર સિંહ અને બેબી સાથે સમય પસાર કરી રહી છે અને મેટર્નિટી વેકેશન એન્જોય કરી રહી છે. રણવીર સિંહ પણ પિતા બન્યા બાદ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: …તો આ કારણે Deepika Padukoneએ BAFTAમાં પહેરી હતી સાડી

અંબાણી પરિવારના ત્યાં યોજાયેલા એક કાર્યક્રમમાં પેપ્ઝને મળતી વખતે રણવીર ખૂબ જ ખુશ મિજાજમાં જોવા મળ્યો હતો અને તેણે પિતા બનવાની ખુશી શેર કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈલ થયો હતો. જોકે, દિપીકા ડિલિવરી બાદ એક પણ વખત હજી જોવા મળી નથી એટલે ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button