મનોરંજન

હાર્દિકનો માસ્ટર પ્લાન નતાશાએ નિષ્ફળ બનાવ્યો

દિનેશ કાર્તિક, શિખર ધવન અને મોહમ્મદ શમીની યાદીમાં હવે હાર્દિક પંડ્યાનું નામ પણ ઉમેરાઇ ગયું છે. હાર્દિક અને નતાશાએ ડિવોર્સની અફવા પર મહોર લગાવી દીધી છે. તેમના ચાર વર્ષના સંબંધનો અંત આવી ગયો છે. હાર્દિકે વર્ષો પહેલા પ્રોપર્ટી અંગે માસ્ટર પ્લાન બનાવ્યો હતો જે નતાશા સામે નિષ્ફળ ગયો છે.

2024ની સાલ હાર્દિક માટે બધે જ મોરચે ખરાબ સાબિત થઇ રહ્યું છે. તેનો પરિવાર તૂટી ગયો છે. તેનો પુત્ર હાલમાં તેની પત્ની નતાશા પાસે સર્બિયામાં છે. ક્રિકેટના ફિલ્ડમાં પણ તેને માટે માઠા સમાચાર જ છે. હાર્દિક પંડ્યાની કપ્તાની અને ઉપકપ્તાની પણ છિનવાઇ ગઇ છે. તેને શ્રીલંકા સામેની T20I સિરિઝમાં વાઇસ કેપ્ટન તરીકે પડતો મૂકવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ હવે T20નો નવો કેપ્ટન છે, ODIનો કેપ્ટન રોહિત શર્મા છે. T20 અને ODI બંને ફોર્મેટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી શુભમન ગિલને સોંપવામાં આવી છે.

હાર્દિક અને નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કર્યું હતું કે બંને હવે અલગ થઈ ગયા છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે હાર્દિક પંડ્યાની અડધી મિલકત નતાશાની હશે કે નહીં? આ અંગે હાર્દિકનો જૂનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન હાર્દિક પોતાના એકાઉન્ટ વિશે વાત કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે મારા ખાતામાં અને મારા ભાઇના ખાતામાં પણ મારી મમ્મી પાર્ટનર છે. અમારું ઘર , કાર બધું જ મમ્મીના નામે છે. મારો કોઇ ભરોસો નથી, તેથી હું મારા નામ પર કંઇ લેવા નથી માગતો. ભવિષ્યમાં મારે કોઇને 50 ટકા આપવા પડે એવું મારે નથી કરવું.

https://twitter.com/vannumeena0/status/1794656164137074995

હાર્દિક અને નતાશાએ સત્તાવાર રીતે અલગ થવાની જાહેરાત કરી છે. પરંતુ છૂટાછેડા થવાના બાકી છે. હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ લગભગ 11.4 મિલિયન ડોલર (રૂ. 95 કરોડથી વધુ) છે. આ સિવાય તે સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે.

પંડ્યાની નેટવર્થનો મોટો હિસ્સો IPLમાંથી આવે છે. તેણે 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ગલ્ફ ઓઈલ અને જિલેટ જેવી ટોચની બ્રાન્ડ્સના એન્ડોર્સમેન્ટ દીઠ પંડ્યા રૂ. 1 કરોડની કમાણી કરે છે. તેમની રિયલ એસ્ટેટ સંપત્તિમાં વડોદરામાં ₹3.6 કરોડનું પેન્ટહાઉસ અને મુંબઈમાં ₹30 કરોડના એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

પંડ્યા પાસે લેમ્બોર્ગિની હુરાકન ઈવીઓ અને ઓડી A6 જેવા હાઈ-એન્ડ મોડલ્સની લક્ઝરી કારો છે. ક્રિકેટ અને એન્ડોર્સમેન્ટ્સ ઉપરાંત, Aretoo અને LendenClub જેવા સ્ટાર્ટઅપ્સમાં પણ હાર્દિકે રોકાણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બંને છૂટાછેડા લે છે, તો હાર્દિક પંડ્યાને 70 ટકા સંપત્તિ આપવી પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button