ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર, સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના સ્ટાર્સ ખૂબ જ ખરાબ ચાલી રહ્યા છે. પહેલાં આઈપીએલમાં મળેલો કારમો પરાજય, બાદમાં નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik) સાથેના ડિવોર્સને કારણે હાર્દિક પંડ્યા સતત લાઈમલાઈટમાં રહી રહ્યો છે. નતાસા બાદ હવે હાર્દિક પંડ્યાથી પરિવારના બે મહત્ત્વના સભ્યો પણ હાર્દિક પંડ્યાથી દૂર થઈ ગયા હોવાના અહેવાલો છે. આવો જોઈએ, કોણ છે આ બે સભ્યો અને કયા કારણે હાર્દિક પંડ્યાથી તેઓ દૂર થઈ ગયા છે?
હાર્દિક પંડ્યા અને નતાસાએ 18મી જુલાઈ,2024ના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ડિવોર્સની જાહેરાત કરી હતી. ડિવોર્સ બાદ નતાસા દીકરા અગસ્ત્ય સાથે સાર્બિયા જતી રહી છે અને દરમિયાન જ હાર્દિકના નવા અફેયરની ચર્ચા પણ જોરશોરથી સાંભળવા મળી રહી છે.
આ પણ વાંચો: તો આ કારણે હાર્દિક પંડ્યા-નતાશા અલગ થઇ ગયા! ક્રિકેટરની હરકતો….
જોકે, આ બધા વચ્ચે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને ભાભી પંખુરી શર્મા સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ડિવોર્સની જાહેરાત કરતાં પહેલાં 14મી જુલાઈના હાર્દિક પંડ્યા પોતાના ભાઈ-ભાભી સાથે અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો હતો.
આ પબ્લિક અપિયરન્સના 4 દિવસ બાદ એટલે કે 18મી જુલાઈના હાર્દિકે ડિવોર્સની ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી. ત્યાર બાદ હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ કરી છે, પણ હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી શર્માએ તેની કોઈ પણ પોસ્ટ પર લાઈક કે કમેન્ટ નથી કર્યું. કૃણાલે માત્ર એ જ પોસ્ટ પર લાઈક કર્યું હતું જે હાર્દિક પંડ્યાએ અગસ્ત્યના જન્મદિવસ પર કરી હતી અને જેમાં અગસ્ત્ય હાર્દિક સાથે જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડની બોલ્ડ તસવીરો વાઈરલ
આ બધું જોતા સોશિયલ મીડિયા યુઝર્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યાની ફેમિલી લાઈફ ખૂબ જ ડિસ્ટર્બ ચાલી રહી છે અને પત્ની બાદ કદાચ ભાઈ-ભાભીએ પણ હાર્દિકનો સાથ છોડી દીધો છે. જોકે, આવું કેમ થયું એનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી.