અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ હાર્દિક પંડ્યા– નતાસા સ્ટેનકોવિકના છુટાછેડા (Hardik Pandya-Natasa Stankovic Divorce News) સમાચાર જ સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈકાલે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઓફિશિયલી આ વાતની જાહેરાત કરી હતી.
છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક-નતાશા વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી અફવાઓ ઉડી રહી હતી અને આખરે એ અફવાઓ હવે સાચી સાબિત થતી જોવા મળી રહી છે. પરંતુ વાત કરીએ સૌથી પહેલી વખત પબ્લિકલી નતાશા અને હાર્દિક વચ્ચે અણબનાવ હોવાની વાત સામે આવી હતી એક રેડિટ પોસ્ટને કારણે.
25મી મેની આસપાસમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હાર્દિક અને નતાશા એકબીજાથી અલગ થઈ ગયા છે. જોકે, બાદમાં પોસ્ટમાં આગળ એવો પણ દાવો પણ કરવામાં આવ્યો હતો કે આ અટકળો પણ હોઈ શકે છે.
પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે વાત પણ દિવા જેવી સ્પષ્ટ છે કે બંને જણ છેલ્લાં કેટલાય સમયથી એકબીજા માટે પોસ્ટ કે સ્ટોરીઝ નહોતા શેર કરી રહ્યા એટલું જ નહીં પણ આ પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બંને જણે પોતાની પ્રોફાઈલ પરથી એકબીજાના ફોટો પણ ડિલીટ કરી નાખ્યા હતા. આ સિવાય નતાસાએ પોતાના નામમાંથી પંડ્યા સરનેમ પણ હટાવતા પણ સોશિયલ મીડિયા પર બબાલ થઈ હતી. ચોથી માર્ચના નતાસાનો બર્થડે હતો અને એ દિવસે પણ હાર્દિકે નતાસા માટે કોઈ પોસ્ટ શેર કરી નહોતી.
આ પણ વાંચો : Divorce બાદ Natasa Stankovicએ કરી પહેલી પોસ્ટ, જોઈને Hardik Pandya પણ…
આઈપીએલ દરમિયાન પણ જ્યારે હાર્દિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો એ સમયે પણ નતાસાએ તેના સપોર્ટમાં એક પણ પોસ્ટ નહોતી કરી એ જોઈને પણ ફેન્સ જાત જાતની અટકળો લગાવી હતી.
આ જ એ રેડિટ પોસ્ટ હતી કે જેને કારણે પહેલી વખત હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે પ્રોબ્લેમ હોવાની વાત પબ્લિકમાં આવી હતી.