Hardik-Natasa Divorce: હાર્દિક-નતાશાએ ડિવોર્સની જાહેરાત કરી, સોશિયલ મીડિયા પર ટ્રોલ નતાશા થઈ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાશા સ્ટેનકોવિકે(Natasa Stankovic) ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક અને નતાશા વચ્ચે સંબંધ તૂટી શકે છે, ગઈકાલે 18 જુલાઈએ નતાશા અને હાર્દિકે એક સંયુક્ત નિવેદનમાં પુષ્ટિ કરી છે, ચાર વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
હાર્દિક અને નતાશાએ શેર કરેલી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંનેએ પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેઓએ પોસ્ટમાં જણાવ્યું છે કે આ બંને માટે મુશ્કેલ નિર્ણય હતો. તેમણે તેમના પુત્ર વિશે લખ્યું છે કે અગસ્ત્ય તેમના જીવનના કેન્દ્રમાં રહેશે.
નતાશાને ટ્રોલ કરવામાં આવી રહી છે:
નતાશા અને હાર્દિકે પોસ્ટ શેર કરીને કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. જોકે, લોકો હજુ પણ નતાશા સ્ટેનકોવિકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ નતાશા સામે નફરત ભરી પોસ્ટ કરી રહ્યા છે, સાથે જ હાર્દિક માટે સહાનુભૂતિ દાખવી રહ્યા છે. એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી કે તે આટલી સરસ વ્યક્તિને ઓળખી શકી નહીં.
અન્ય યુઝરે લખ્યું કે ચાલો! મારો ભાઈ હવે ખુશ થશે. ઘણા લોકોએ ‘નતાશા હેટ બટન’ લખીને પણ કમેન્ટ્સ કરી છે. તો ઘણા યુઝર્સ નતાશાના બચાવમાં આવ્યા છેમ ઘણા યુઝર્સે લખ્યું કે આ તેમની અંગત બાબત છે, જેની જાહેરમાં ચર્ચા કરવાની જરૂર નથી.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તે સર્બિયામાં પોતાના ઘરે પરત ફરી છે. તેણે તેના સર્બિયા ઘરની બાલ્કનીની તસવીર શેર કરી હતી.