Happy Birthday: બનવા માગતી હતી આઈએએસ પણ એક એડવર્ટાઈઝમેન્ટ મળી ને… | મુંબઈ સમાચાર

Happy Birthday: બનવા માગતી હતી આઈએએસ પણ એક એડવર્ટાઈઝમેન્ટ મળી ને…

એવા હજારો યુવાનો હશે જે મોડેલિંગ કે એક્ટિંગની દુનિયામાં આવવા ઘણા હાથ પર મારતા હશે પણ કોઈ તક મળતી નહી હોય ત્યારે આજની બર્થ ડે સેલિબ્રિટી આ ક્ષેત્રમાં આવવા માગતી ન હતી, પરંતુ તે અનાયાસે આવી ગઈ અને હવે અહીં જ ઠરીઠામ થઈ છે.

આજે સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી યામી ગૌતમનો જન્મદિવસ છે. 28 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલી યામી એ અભિનેત્રીઓમાંથી એક છે જેણે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે આ અભિનેત્રી બોલિવૂડનું જાણીતું નામ બની ગઈ છે. લોકો તેની એક્ટિંગની સાથે તેની સુંદરતાથી પણ પ્રભાવિત થાય છે. એક ઈન્ટરવ્યુમાં યામીએ પોતે જ જણાવ્યું હતું કે તે ઈન્ડિન સિવિલ સર્વિસ જોઈન કરવા માટે IASની પરીક્ષાની તૈયારી કરવાનું વિચારી રહી હતી. તઅભ્યાસમાં ઘણી સારી હતી આથી તેના સપના અલગ હતા, પરંતુ ભાગ્યની બીજી યોજનાઓ હતી. તે બાળપણથી જ મિમિક્રીમાં ખૂબ જ સારી હતી, તેથી તેના મિત્રોને લાગ્યું કે તેણે અભિનયમાં કારકિર્દી બનાવવી જોઈએ.


યામીએ ઘણા ઓડિશન આપ્યા. ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું. પરંતુ તે ફેસ ક્રીમની જાહેરાતથી વધારે જાણીતી થઈ. તેની સુંદરતાએ ઘણાને આકર્ષીત કર્યા અને યામીને ફિલ્મો મળી. વીકી ડૉનર તેની પહેલી હીટ ફિલ્મ હતી ને તે બાદ લૉસ્ટ, બદલાપુર, હીરો, ઓએમજી-2, કાબિલ વગેરે ફિલ્મોમાં સારી ભૂમિકા નિભાવી.


યામી એ ફિલ્મસ્ટારમાંની એક પણ છે જેણે કોવિડ-19ની મહામારી દરમિયાન મળેલા બ્રેકનો લગ્ન કરવામાં સદઉપયોગ કરી નાખ્યો. યામીએ તેની ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈકના નિર્દેશક આદિત્ય ધર સાથે લગ્ન કર્યા. 4થી જૂન, 2021માં તેમણે લગ્ન કર્યા. આજે તેના જન્મિદવસ નિમિત્તે પતિ આદિત્યએ તેને વિશ્વની સૌથી સુંદર યુવતી કહી છે અને શુભેચ્છાઓ પાઠવી છે. તેના ફેન્સે પણ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવી છે.
આપણે પણ આપી દઈએ તેના જન્મદિવસે શુભકામનાઓ…

સંબંધિત લેખો

Back to top button