Happy Birthday: સોનાક્ષીના જન્મથી શત્રુધ્ન નારાજ છે તેવું માતાને કેમ લાગ્યું હતું?

અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો આજે 38મો જન્મદિવસ છે. દબંગ ફિલ્મમાં Salman Khan સાથે પહેલીવાર ચમકેલી સોનાક્ષીએ લૂંટેરા, ભુજ, ડબલ એક્સેલ જેવી ફિલ્મો તો દહાડ જેવી વેબ સિરિઝ કરી છે અને ફેશન આઆકન તરીકે પણ તે ઘણી લોકપ્રિય છે. આજે સોનાક્ષી તેનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે તેનાં જન્મને લગતો એક કિસ્સો યાદ આવે છે. આ વાત ખુદ સોનાક્ષીના પિતા અને પ્રસિદ્ધ અભિનેતા અને રાજકારણી શત્રુધ્ન સિન્હાએ કહી હતી. સોનાક્ષીનો જન્મ 2જી જૂન, 1987ના રોજ મુંબઈમાં જ થયો છે. તેનાં જન્મ પહેલા શત્રુ અને પૂનમ બે જોડીયા દીકરા લવ અને કુશના માતા-પિતા બની ચૂક્યા હતા. સોનાક્ષીનો જન્મ થયો ત્યારે શત્રુધ્ન બંગાળી ફિલ્મનું શૂટિંગ કરવા આસનસોલમાં હતા. આ ફિલ્મમાં તેમના રોલ પ્રમાણે તેમણે દાઢી વધારી હતી અને તેમનો ચહેરો પણ ઢોલ પડી ગયેલો દેખાતો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ ઘરમાં લક્ષ્મી અવતરી હોવાના સમાચાર તેમને મળ્યા. શત્રુઘ્ન પોતાનો સ્લોટ પૂરો કરી મુંબઈ દોડ્યા અને આવા જ વેશે સીધા હૉસ્પિટલ પહોંચી ગયા. તેમને જઈ પત્ની પૂનમનો ચહેરો પડી ગયો. પૂનમને લાગ્યું કે શત્રુધ્નને ઘરે દીકરી આવી તેની ખુશી નથી. જોકે ત્યારબાદ અભિનેતાએ પત્નીને કહ્યું કે તેઓ ખૂબ જ ખુશ છે અને એટલા માટે જ હૉસ્પિટલથી સીધા એરપોર્ટ દીકરીનો ચહેરો જોવા આવ્યા છે.

જોકે માતા-પિતા સાથેના સોનાક્ષીના સંબંધો એકાદ વર્ષથી ચર્ચામાં રહ્યા છે. સોનાક્ષીએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા તે માતા-પિતાને ગમ્યું ન હોવાનું મીડિયા અહેવાલો કહે છે અને તેનાં લગ્ન સમયે આ વાત ઘણીવાર નજરમાં આવી હતી. ભાઈ લવ-કુશ પણ બહેન સાથે ખાસ સંબંધો ન રાખતા હોવાની વાત બહાર આવી છે.
આપણ વાંચો: કેમ રાજ કપૂર રીગલ સિનેમામાં હવન કરતા? જાણો હિન્દી સિનેમાના શોમેનની રોચક વાતો
જોકે સોનાક્ષી પોતાના નવા જીવનથી ખુશ છે અને પતિ ઝહિર સાથે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે.
ફિલ્મોમાં જોઈએ તેવું કાઠું અભિનેત્રી કાઢી શકી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 100 કરોડ જેટલી સંપત્તિ ધરાવે છે અને બાન્દ્રામાં તેના બે અપાર્ટમેન્ટ્સ છે. આશા રાખીએ તે ફરી ફિલ્મોમાં સારી ભૂમિકા ભજવી લોકોનું દિલ જીતે.
સોનાક્ષીને જન્મદિવસની શુભકામના