Happy Birthday: વિતેલું વર્ષ ખરેખર હેપ્પી સાબિત થયું આ TV Starથી superstar બનેતા અભિનેતા માટે

કહેવાય છે કે બધાનો સારો સમય આવે છે. તમે લાંબો સંઘર્ષ કરો અને એક સમય એવો આવે કે તમારો સંઘર્ષ સફળતાની સીડી બની જાય અને તમે એક પછી એક પગથિયાં ચડી ઘણા ઊંચે જઈને બેસી જાઓ. આજનો આપણો બર્થ ડે સેલિબ્રિટી પણ આમાંનો એક છે. તે આપણી વચ્ચે જ નાના ટીવી સ્ટારમાંથી સુપરસ્ટાર બન્યો છે. આજે 37 વર્ષીય વિક્રાંત મેસી (vikrant-massey)નો જન્મદિવસ છે. હવે યાદ આવ્યો બાલિકા વધુનો શ્યામ? વિક્રાંતે ટેલિવિઝનથી કરિયરની શરૂઆત કરી હતી. ટીવીમાં બ્રેક તો તેને અનાયાસે મળી ગયો. એક્ટિંગના શોખિન વિક્રાંતને ટોયલેટની બહાર ઊભો હતો ત્યારે એક કાસ્ટિંગ ડિરેક્ટરે પૂછ્યું હતું કે ટીવી સિરિયલમાં કામ કરવા તૈયાર હોય તો કહે, એપિસૉડના રૂ. 6000 મળશે અને વિક્રાંતે હા પાડી. તેની ટીવી સિરિયલો કાહુ મૈં, બાલિકા વધુ, કૂબૂલ હૈ વગેરે લોકપ્રિય થઈ. પણ લોકપ્રિય થઈ. ત્યારબાદ વિક્રાંતે બોલીવૂડ તરફ મોઢું કર્યું. દરેક ટીવી સ્ટારની જેમ તેણે પણ એક જ વાત સાંભળી. ટીવી સ્ટારમાં હીરો મટિરિયલ નથી હોતું તેમ કહીને તેને ઘણીવાર પાછો ધકેલવામાં આવ્યો.
આ પણ વાંચો: Pushpa The Rule ના પોસ્ટર સાથે રીલીઝ થઈ ટીઝર ડેટ, દર્શકોના ઉત્સાહમાં વધારો
ત્યારબાદ ગમે તેમ કરી રણબીર સિંહ સાથે લૂંટેરા મળી. વિક્રાંતે એક ટીવી શૉમાં કહ્યું હતું કે આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ તેને સમયસર આપવામાં આવી ન હતી. જોકે વિક્રાંતે જે મળ્યું તેને સોનું કર્યું અને ત્યારબાદ પાછું વાળીને ન જોયુ. વર્ષ 2024 વિક્રાંત માટે સૌથી યાદગાર સાબિત થયું. આ વર્ષે તેની ફિલ્મ 12 ફેઈલ બૉક્સ ઓફિસ પર ચાલી, તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો અને વિક્રાંત એક સંતાનનો પિતા પણ બન્યો. જોકે તે વચ્ચે વચ્ચે વિવાદોમાં પણ સપડાતો રહ્યો. વિક્રાતના પરિવારની વાત કરીએ તો તેના ઘરમાં હિન્દુ મુસ્લિમ શિખ ઈસાઈ એમ તમામ ધર્મ પાડનારા લોકો છે. વિક્રાંત પોતાની જાતને નાસ્તિક કહે છે. વિક્રાંત આજના પ્રવાહથી હટકે છે અને આમ કરવા માટે જે હિંમત જોઈએ તે તેનામાં છે. આશા રાખીએ તે વધારે સફળતા તરફ આગળ વધે.