મનોરંજન

Happy Birthday: સાઉથના આ Superstarએ ફેન્સને આપ્યું Special Surprise…

સાઉથના સુપરસ્ટાર ગણાતા વિજય થલાપતિ (South Superstar Vijay Thalapathi Birthday)ના ફેન્સ માટે તો આજનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નહીં હોય અને હોય પણ કેમ નહીં, આજે તેમનો મનગમતો સ્ટાર 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સામાન્યપણે જન્મદિવસ પર બર્થડે બોય કે બર્થડે ગર્લને ગિફ્ટ આપવાનું ચલણ છે, પણ અહીં ગંગા ઊંધી વહી છે અને વિજય થલાપતિએ પોતાના ફેન્સને ગિફ્ટ આપી છે, આવો જોઈએ શું છે આ ગિફ્ટ…

Happy Birthday Vijay Thalapathi South Superstar gave fans a special surprise...
IMAGE SOURCE – Wattpad



વાત જાણે એમ છે વિજય થલાપતિ 2023માં છેલ્લે લિયો ફિલ્મમાં જોવા મળ્યો હતો, અને આ ફિલ્મે સારો એવો વકરો પણ કર્યો હતો. ત્યારથી જ ફેન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આજે વિજય થલાપતિના જન્મદિવસે તેની આગામી ફિલ્મ ધ ગોટ (Film The Greatest Of All the Time The GOAT)નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.

50 સેકન્ડના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. લાંબા સમયથી ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ વીડિયોમાં એક્શન સીન્સ અને કમાલના સ્ટન્ટની સાથે સાથે વિજય થલાપતિનો ડબલ રોલ પણ જોવા મળી રહ્યો છે.

આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે અને એમાં વિજયનો ડબલ રોલ છે. વિજય આ ફિલ્મમાં બાપ-દીકરાની ભૂમિકામાં જોવા મળશે અને તેમાં વિજયની સાથે સાથે પ્રશાંત, પ્રભુદેવા, મિનાક્ષી ચૌધરી, અજમલ અમીર, સ્નેહા જેવા અન્ય કલાકારો પણ જોવા મળશે. પાંચમી સપ્ટેમ્બરના રિલીઝ થનારી આ ફિલ્મને થઈને વિજયના ફેન્સમાં એક અલગ જ ઉત્સુક્તા જોવા મળી રહી છે.

22મી જૂન, 1974ના જન્મેલાં વિજય થલાપતિ (Vijay Thalapathi)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને એનું સાચું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. વિજયે એક બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને 18 વર્ષની ઉંમરે તેણે લીડ એક્ટર તરીકે કામ કર્યું હતું. બસ ત્યારથી જ વિજયે ક્યારેય પાછા વળીને જોવું નથી પડ્યું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો