મનોરંજન

Happy Birthday: પતલો અવાજ, ફેમિનિસ્ટ ચાલવાળો આ ગોળમટોળ છોકરો આજે બોલીવૂડ પર રાજ કરે છે

બોલીવૂડના કલાકારોની જેટલી પ્રતિષ્ઠા હોય છે તેટલી પદડા પાછળના કસબીઓની નથી હોતી. લોકો તેમને ઓળખતા નથી હોતા જ્યારે આજના બર્થ ડે સેલિબ્રિટી પણ પદડા પાછળના કલાકાર છે, છતાં તેનું નામ કલાકારો જેટલું જ જાણીતું છે. આ નામ બદનામ પણ ઘણું છે. આ નામ છે કરણ જોહર. આજે તેનો 52મો જન્મદિવસ છે. 25મી મે, 1972ના રોજ જન્મેલો કરણ બોલીવૂડનો ખૂબ જ જાણીતો ચહેરો છે.

બાળપણમાં કરણ ખૂબ જાડો, ગોળમટોળ હતો અને તેનો અવાજ પતલો હતો, આથી સ્કૂલમાં તેને ચિડવવામાં આવતો. તેની ચાલ બોડી લેંગ્વેજ છોકરીઓ જેવી હોવાથી તેને ઘણીવાર અગલ પાડવામાં આવતો. જોકે કરણના પિતા યશ જોહર દીકરાને કોઈથી અલગ માનતા ન હતા અને બહુ સપોર્ટ કરતા. કરણે ઈન્દ્રધનુષ નામની એક સિરિયલમાં કામ કર્યું અને ત્યારબાદ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં આદિત્ય ચોપરાને આસિસ્ટ કર્યો અને શાહરૂખના મિત્રનો રોલ પણ કર્યો. શાહરૂખે યશ જોહરને કહ્યું કે કરણને એકલા હાથે ફિલ્મ ડિરેક્ટ કરવા આપો. રાત્રે બે વાગ્યે શાહરૂખે કરણને ફોન કર્યો અને ફિલ્મ લખવા કહ્યું. કરણે ફિલ્મ લખી, શાહરૂખ-કાજોલને લઈને બનાવી અને ફિલ્મ સુપરહીટ નીકળી. આ ફિલ્મ એટલે કુછ કુછ હોતા હૈ. આ ફિલ્મથી એક નવી હીરોઈન પણ ઈન્ડસ્ટ્રીને મળી અને તે રાની મુખરજી. રાની મુખરજી કાજોલની કઝીન અને પિતા પણ ઈન્ડસ્ટ્રીના. રાણી બાદ આલિયા ભટ્ટથી માંડી અગત્સ્ય નંદા સુધી ઘણા સ્ટારકીડ્સને લૉંચ કરનારા Karan johar આ વાતે બદનામ પણ છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નેપોટીઝમનો વિષય બહાર આવ્યો ત્યારે અભિનેત્રી કંગના રણૌતે કરણ પર ઘણા આક્ષેપો કર્યા હતા. તાજેતરમાં પરિણિતી ચોપરાએ પણ કરણ પર આક્ષેપો કર્યા હતા.

જોકે ફિલ્મોની વાત કરીએ તો કરણનું ધર્મા પ્રોડક્શન ઘણી સુપરહીટ ફિલ્મો આપી ચૂકયું છે અને એક ખાસ વર્ગ છે જે કરણની ફિલ્મોની રાહ જૂએ છે. કરણ જોહર એંકર તરીકે પણ સારી નામના ધરાવે છે.

કરણને જન્મદિવસની શુભકામના

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા