મનોરંજન

Happy Birthday: મુંબઈની નાનકડી ચાલમાં રહેતો આ છોકરો ભલભલાને નચાવે છે

મુંબઈના અંધેરી વિસ્તારમાં એક નાકડી ચાલમાં સાત ભાઈબહેનના પરિવારમાં જન્મેલો એક છોકરાને માતા-પિાતનું ખાસ કોઈ ધ્યાન કે દેખરેખ મળી ન હતી. તેણે સ્કૂલમાં એક ડાન્સ કૉમ્પિટિશનમાં ભાગ લીધો અને તે જીતી ગયો. ત્યારથી તેણે પોતાની અંદરના ડાન્સરને જાણ્યો અને થોડુંઘણું ડાન્સ શિખવાનું શરૂ કર્યું. પૈસા તો ન હતા આથી પોતે પણ બીજા નવા છોકરાઓને ડાન્સ શિખવાડતો અને આ રીતે પોતાનો ખર્ચ કાઢતો. ધીમે ધીમે તેણે પોતાનો જ ડાન્સ ક્લાસ શરૂ કરી દીધો, પણ સ્ટુડન્ટ્સ આવતા ન હતા. થોડી નિરાશા તો થઈ પણ મુંબઈની ચાલમાં જન્મેલા માટે સંઘર્ષ કોઈ નવી વાત નથી હોતી.

આ છોકરાએ ડાન્સ ક્લાસ સાથે એરોબિક્સ અને ફિટનેટ ક્લાસ પણ શરૂ કર્યા અને તે બની ગયો ફીટનેસ ટ્રેઈનર. એ પણ સુસ્મિતા સેન, ગૌરી ખાન, અંબાણી પરિવારનો. સેલિબ્રિટી સાથેનો આ નાતો કામ આવ્યો અને નાની મોટી કોરિયોગ્રાફી કરતા કરતા તેને બોલીવૂડની સુપરહીટ ફિલ્મ મળી લગાન. લગાન ફિલ્મના ડાન્સ કોરિયોગ્રાફ કર્યા બાદ તેણે પાછા વળીને જોયું નહીં. આ કોરિયોગ્રાફરને તમે દર અઠવાડિયે ડાન્સ શૉમાં જૂઓ છો, તેનું નામ છે ટેરેન્સ લુઈસ Terence-Lewis. ટેરન્સ આજે તેનો 47મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

ટેરેન્સ હવે ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરવામાં ઘણો ચુઝી બની ગયો છે. તે પોતાની ડાન્સ એકેડમી ચલાવે છે અને ટીવી શૉના જજ તરીકે સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેરેન્સ પાસે રૂ. 30 કરોડની સંપત્તિ છે. અંધેરીમાં તેનો આલિશાન બંગલો છે. તેની ડાન્સ એકેડમી છે. તેની પાસે લક્ઝુરિયસ કાર છે. કોરિયોગ્રાફી સાથે સોશિયલ મીડિયા અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ટેરેન્સ ઘણું કમાઈ છે. પણ હા તે કહે છે કે હું મારા ચાલના દિવસો ભૂલ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button