મનોરંજન

ઝિંદ લે ગયા…મૃત્યુ બાદ 14 ફિલ્મો રીલિઝ થઈ હતી આ અભિનેત્રીની

માત્ર દસ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં નેશનલ એવોર્ડ મેળવનારી આ અભિનેત્રી જ્યારે મૃત્યુ પામી ત્યારે ખરેખર ફિલ્મજગતનો એક ખૂબ જ ચમકતો સિતારો ખરી પડ્યો હોવાનો અહેસાસ થયો હતો અને આજે પણ એવી ઘણી ભૂમિકાઓ છે જે જોઈને એમ થાય કે તે જિવિત હોત તો આ ભૂમિકામાં જીવ ભરી દીધો હોત. વાત છે મરાઠી મુલગી સ્મિતા પાટીલની. સ્મિતા આજના દિવસે એટલે કે 17 ઑક્ટોબર, 1955માં પુણેમાં જન્મી હતી અને ડિસેમ્બર, 1986માં ફાની દુનિયા છોડી ચાલી ગઈ હતી.

સ્મિતા પાટીલની ફિલ્મો યાદ કરો તો તમને કેતન મહેતાની મિર્ચ મસાલા ચોક્કસ યાદ આવે. વૈશ્વિક સ્તરે નામના મેળવનારી, ગુજરાતની પાશ્વર્ભૂમિ પર બનેલી આ ફિલ્મ આજે પણ હિન્દી ફિલ્મોની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં આવે. જોકે તમને કદાચ નહીં ખબર હોય કે આ ફિલ્મ સ્મિતાના મૃત્યુ બાદ રીલિઝ થઈ હતી. માત્ર આ એક નહીં તેમની લગભગ 14 જેટલી ફિલ્મો તેમના મૃત્યુ બાદ રીલિઝ થઈ હતી જેમાં રાહી, ડાન્સ ડાન્સ, ગલીયોં કા બાદશાહ વગેરેનો સમાવેશ થાય છે.


ગલીયોં કા બાદશાહની વાત આવી ત્યારે તેને લગતો એક કિસ્સો પણ તમને જણાવી દઈએ. આ ફિલ્મના સેટ પર સ્મિતાએ રાજકુમારને સૂતા સૂતા મેક અપ કરતા જોયા હતા અને પોતે પણ જીદ પકડી કે હું પણ આમ જ મેક અપ કરાવીશ. મેક અપ મેન દીપક સાવંતે તેમને સમજાવવા પડ્યા કે તે રાજકુમાર છે અને તેઓ જેમ કહે તેમ થાય બાદી સૂતા સૂતા મેક અપ ન કરાવી શકાય. બહુ મશ્કેલી બાદ સ્મિતા માન્યા હતા.

રાજકીય પરિવારમાં જન્મેલી સ્મિતાએ કરિયરની શરૂઆત ન્યૂઝ રિડર તરીકે કરી હતી અને તે બાદ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. માત્ર 21 વર્ષની ઉંમરમાં તેમને નેશનલ એવોર્ડ મળ્યો. તે બાદ ઘણા એવોર્ડ મળ્યા. તે સમયે બનતી આર્ટ ફિલ્મો સ્મિતા વિના બની જ ન શકે તેમ નિર્માતાઓ પણ માનતા હતા. મંથન, ભૂમિકા, બાઝાર, આક્રોશ, ચક્ર જેવી તેની ફિલ્મોએ હિન્દી ફિલ્મમાં મહિલા કેન્દ્રીત વાર્તાઓની સારી શરૂઆત કરી.

જોકે તેમણે કૉમર્શિયલ ફિલ્મો પણ કરી. જેમાં આખરી રાસ્તા, અર્થ, નઝરાના, વારિસ, ભીગી પલકે, નમક હલાલનો પણ સમાવેશ થાય છે. નમકહલાલનું આજ રપટ જાયે તો…ગીત કરી સ્મિતા ઘણી રડી હતી કારણ કે તેને આ પ્રકારના તે સમયમાં વધારે પડતા રોમાન્ટિક ગણાતા ગીત પર ડાન્સ કરવાનું યોગ્ય લાગ્યું ન હતું.

વ્યક્તિગત જીવનની વાત કરીએ તો ફિલ્મોમાં ખૂબ સંવેદનશીલ લાગતી સ્મિતા પર તે સમયે બીજી મહિલાનું ઘર તોડનારીનું લેબલ પણ લાગ્યું. ભીગી પલકે ફિલ્મના સેટ પર સ્મિતાની આંખો અભિનેતા રાજ બબ્બર સાથે મળી ને પ્રેમ થયો, પણ રાજ પરણેલો હતો. જોકે તેમ છતાં બન્ને થોડા સમય માટે લીવ ઈનમાં રહ્યા અને તે બાદ લગ્ન કર્યા.

લગ્ન બાદ સ્મિતા ગર્ભવતી બની અને પુત્ર પ્રતીકના જન્મ સમયે જ તેની તબિયત લથડી અને પંદર દિવસમાં તે મૃત્યુ પામી. 80 જેટલી ફિલ્મો કરનાર સ્મિતાનું મૃત્યુ માત્ર 31 વર્ષની ઉંમરે થયું અને ભારતીય સિનેમા જગતને જે ખોટ પડી તે આજે પણ પુરાઈ નથી. સ્મિતા પાટીલને તેમના જન્મિદવસે સ્માણાંજલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો