Happy Birthday: Papa to be actorએ બેકગ્રાઉન્ડ ડાન્સરની કરી હતી શરૂઆત
બોલીવૂડના સૌથી સેલિબ્રટેડ કપલ મનાતા દીપિકા પદુકોણ અને રણબીર સિંહ સપ્ટેમ્બર મહિનામાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હાલમાં તેમની ફિલ્મો સાથે તેમની વ્યક્તિગત જિંદગી પણ ચાહકો માટે ચર્ચાનો વિષય છે. પ્રેગનન્ટ વાઈફ દીપિકાનો ખ્યાલ રાખતો રણવીર સમાચારોમાં ચમક્યા કરે છે ત્યારે આજે આ બાપ બનવા જઈ રહેલા અભિનેતાનો જન્મદિવસ છે. (celebrity birthday today)
બોલિવૂડના બાજીરાવ કહેવાતા રણવીર સિંહ પોતાની પ્રતીભાથી ધીમે ધીમે આગળ આવેલો અભિનેતા છે. આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જો આપણે તેની ફિલ્મી સફર પર નજર કરીએ તો, તે ઉતાર-ચઢાવથી ભરેલી છે કારણ કે તે તેની પ્રથમ ફિલ્મથી સફળ થયો હતો પરંતુ તે પછી તેણે વર્ષો સુધી એક મોટી હિટની રાહ જોવી પડી. (happy birthday Ranveer singh)
રણવીર સિંહનું પૂરું નામ રણવીર સિંહ ભવનાની છે. રણવીરે તેના નામમાંથી ભવનાની કાઢી નાખ્યું હતું કારણ કે તેને લાગ્યું કે તે ખૂબ લાંબુ લાગે છે. રણવીરે જણાવ્યું હતું કે કોલેજના દિવસોમાં પાર્ટ ટાઈમ જોબ કરતી વખતે તે બટર ચિકન વેચતો અને રાંધતો હતો. એટલું જ નહીં, જ્યારે તેણે અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાં એડમિશન લીધું, જ્યાં તેણે અભિનય અને થિયેટર શીખવાનું શરૂ કર્યું, તે દરમિયાન તે સ્ટારબક્સમાં પાર્ટ ટાઇમ કામ કરી રહ્યો હતો.
રણવીર સિંહને જ્યારે કોઈ ફિલ્મ ન મળી તો તેણે એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં લેખક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા રણવીર બેકગ્રાઉન્ડ ડાન્સર પણ હતો. તેણે કભી ખુશી કભી ગમ અને કોઈ મિલ ગયા ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું છે.
| Also Read: Ranveer Singh- Deepika Padukoneને ત્યાં આવશે Baby Boy? જાણો કોણે કરી આવી આગાહી…
રણવીરને બોલિવૂડમાં પહેલો બ્રેક 2010માં રિલીઝ થયેલી ફિલ્મ બેન્ડ બાજા બારાતથી મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી હતી. તેણે ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવાનું શરૂ કર્યું. પ્રથમ ફિલ્મ માટે ડેબ્યુ એવોર્ડ જીત્યો. ત્યારબાદ ફિલ્મો ફ્લૉપ પણ ગઈ. રણવીરને સંજય લીલા ભણસાલી ફળી ગયા. રામલીલા અને બાજીરાવ મસ્તાની અને ત્યારબાદ પદ્માવતી તેની કરિયરમાં ખૂબ જ મહત્વનો બાગ ભજવી ગઈ. રામલીલાના શૂટિંગ સમયે બોલીવૂડની સૌથી સફળ અભિનેતી દીપિકાના પ્રેમમાં પડ્યો અને બન્નેએ લગ્ન કર્યા. હવે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
પોતાની ફિલ્મી કરિયરના માત્ર 13 વર્ષમાં રણવીર સિંહ બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર એક ફિલ્મ માટે 15 થી 20 કરોડ રૂપિયા લે છે. કરોડોની સંપત્તિ ધરાવતો Ranveer ક્યારેક વિવાદોમાં પણ સપડાયો છે, જોકે તેના અભિનય સહિતની ટેલેન્ટને લીધે તે યુવાનોમાં ભારે પ્રિય છે.
રણવીરને તેના જન્મદિવસની શુભકામના