મનોરંજન

HAPPY BIRTHDAY: હિન્દી સિનેમાના શૉમેન કહેવાયા ને વ્યક્તિગત જીવન પણ રહ્યું ચર્ચામાં

શૉમેનનો ખિતાબ એક જ વ્યક્તિને મળ્યો છે અને તેથી વિશેષ પરિચયની જરૂર જ નથી. આજે રાજ કપૂરનો 99મો જન્મદિવસ છે. જો તેઓ હયાત હોત તો આવતા વર્ષે તેઓ શતાબ્દિ વર્ષમાં પ્રવેશ્યા હોત. આજના દિવસે તે પેશાવરમાં જન્મેલા રાજ કપૂર રણબીર રાજ કપૂર તરીકે પણ ઓલખાતા.

પિતા અને પીઠ અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પુત્ર એવા રાજ કપૂરે હિન્દી સિનેમાને ઘણી ઉત્કૃષ્ટ ફિલ્મોની સૌગાત આપી છે. આ યાદી ખૂબ જ લાંબી છે અને એક પણ ચૂકાઈ જાય તો અફસોસ થાય તેવી છે. તેઓ માત્ર અભિનેતા-નિર્દેશક અને નિર્માતા જ નહોતા પરંતુ સિનેમાના ક્ષેત્રમાં મોટો ફરક લોકોમાંના એક હતા. ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારો અને 11 ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત રાજ કપૂરે 10 વર્ષની ઉંમરે પહેલીવાર હિન્દી ફિલ્મ ‘ઇન્કલાબ’માં કામ કર્યું હતું.


રાજ કપૂર સ્ટારર ફિલ્મ ‘બરસાત’ વર્ષ 1949માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજ કપૂર લીડ એક્ટર હતા. સ્વતંત્ર ભારતમાં દિગ્દર્શક તરીકે આ તેમની બીજી ફિલ્મ હતી. આ પહેલા તેણે ‘આગ’ ડિરેક્ટ કરીને ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત લેખક-સર્જક રામાનંદ સાગરએ રાજ માટે લખી હતી.


રાજ કપૂરના રિયલ લાઈફ અફેરની કહાની ફિલ્મ ‘બરસાત’થી શરૂ થઈ હતી. આ ફિલ્મ રીલિઝ થયા બાદ રાજ કપૂરનું નામ અભિનેત્રી નરગિસ સાથે ઘણું જોડાયું હતું. રાજ કપૂરના પુત્ર ઋષિ કપૂરે પોતે તેમની બાયોગ્રાફી ‘ખુલ્લામ-ખુલ્લા- ઋષિ કપૂર અનસેન્સર્ડ’માં ખુલાસો કર્યો હતો કે તેમના પિતાના સંબંધ ફિલ્મ ‘આગ, બરસાત ઔર આવારા’ની અભિનેત્રી સાથે હતા.


રાજ તે સમય કૃષ્ણાને પરણી ચૂક્યા હતા, પરંતુ નરગિસના પ્રેમમાં પડ્યા. તેમનો સંબંધ નવેક વર્ષ ચાલ્યો. જોકે રાજ કૃષ્ણાને છોડવા માગતા ન હતા અને અંતે નરગિસે અભિનેતા અને સાંસદ સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે નરગિસના લગ્ન બાદ રાજ બાથટબમાં બેઠ બેઠા શરાબ પીતા અને તેમણે સિગારેટથી પોતાના શરીર પર ડામ પણ આપ્યા છે. જોકે આ વાતો ક્યારેય સત્તાવાર રીતે બહાર આવતી નથી.

રાજ કપૂરની ફિલ્મો તેમાં બતાવવામાં આવતી નગ્નતાને લીધે પણ ચર્ચામાં રહેતી. મંદકિની, ઝિન્નત અમાન, ડિમ્પલ કાપડીયાએ તેમની ફિલ્મોમાં ઘમા હોટ સિન્સ આપ્યા છે જે તે સમયમાં સામાજિક માળખામાં બંધ બેસે તેવા ન હતા. જોકે રાજ કપૂર આમાં કલાત્મકતા જોતા હતા.


પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડના વિજેતા એવા રાજ વર્ષ 1988માં 63 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, પરંતુ સિનેમાજગતમાં માટે અનમોલ ખજાનો મૂકતા ગયા.
તેમના જન્મદિવસે તેમને ઘણી શુભેચ્છાઓ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button