હેપ્પી બર્થ ડેઃ આ દિલકશ અદાકારાની નેટવર્થ જાણો છો?

આજે જે અભિનેત્રીનો જન્મદિવસ છે તેની સુંદરતા, તેની અદાકારી, તેની ફિલ્મો, અભિનય સાથે તેની વ્યક્તિગત જીંદગી પર ખૂબ જ લખાયું છે. તેના પ્રેમ પ્રકરણો અને લગ્નજીવન, તેમાં મળેલી નિષ્ફળતા વગેરે પર લોકોએ મનફાવે તેમ કહ્યું છે. તેણે પોતે પણ પોતાના જીવનના ઘણા પાના જાહેરમાં ખોલ્યા છે. તેમ છતાં ફિલ્મો જોનારા કે ન જોનારાની તે પ્રિય અભનિત્રીઓમાંની એક રહી છે. આજે 69મો જન્મદિવસ મનાવનારી આ માનૂની હજુ પણ એટલી જ જાજરમાન દેખાય છે. વાત છે અભિનેત્રી રેખાની. આજે રેખાનો જન્મદિવસ છે.
ત્યારે તેના વિશે થયેલી વાતો કરતા અમે તમને કંઈક નવું કહીએ. તો સૌ પ્રથમ તો રેખા ફિલ્મોમાં આવવા માગતી જ ન હતી. એક ઈન્ટરવ્યૂમાં રેખાએ કહ્યું હતું કે તેણે માર ખાઈને ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ સાવન ભાદો માનવામાં આવે છે, પરંતુ તે પહેલા તેણે દો શિકારી નામની ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એક મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મમાં તેણે વિશ્વજીત સાથે એક કિસિંગ સિન કર્યો હતો. તેને ખબર ન હતી અને તેણે કરવો પડ્યો હતો, તેમ કહેવાય છે. આ સિન કરી તે ઘણી રડી હતી. જોકે આ સિન સેન્સરમાં અટકી ગયો ને ફિલ્મ પણ મોડી રીલિઝ થઈ.
આ સાથે તમને ખબર નહીં હોય કે રેખાએ કેટલા કમાયા છે. તો તમને જણાવી દઈએ કે મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે રેખાની સંપત્તિ રૂ. 332 કરોડ માનવામાં આવે છે. સ્વાભાવિક રીતે આ મામલે કોઈ સત્તાવાર માહિતી ન હોય, પણ અભિનય સાથે રેખાએ ઘણી બ્રાન્ડ્સની મોડેલ રહી છે, આથી તેની આવક પણ સારી જ હોવાની. રેખાના અવાજનો જાદુ પણ ઘણાએ જોયો છે.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે તેના સંબંધો તો જગજાહેર છે. આ સાથે કિરણ કુમાર, વિનોદ મહેરા જેવા અભિનેતા સાથે તેનું નામ જોડાયું છે.