મનોરંજન

Happy Birthday: પરિણિત પ્રેમીનું ઘર ન તોડ્યું પણ પોતાનું ઘર તૂટતું બચાવી ન શકી

ફિલ્મીદુનિયામાં ઘણા લગ્નો અને અને ઘણા છૂટાછેડા ગાજતા હોય છે. આમ તો ફિલ્મજગતના બે જણા એકબીજાના પ્રેમમાં પડી લગ્ન કરે અને પછી અમુક વર્ષોમાં છૂટા થઈ જાય તે કોઈ નવાઈની વાત નથી, પરંતુ અમુક લગ્નો છાપે ચડતા હોય છે. આજે જે સેલિબ્રિટીનો બર્થ ડે છે તેની સાથે આમ જ થયું છે. પ્રોફેશનલ લાઈફમાં ખૂબ સફળ રહી હોવા છતા તેની પર્સનલ લાઈફ વધારે છાપે ચડી છે. વાત છે એક સમયની સુપરહીટ, ચુલબુલી, સુંદર અભિનેત્રી અમૃતા સિંહ (Amruta Singh) ની. આજે તેનો 66મો જન્મદિવસ મનાવી રહી છે. બેતાબ ફિલ્મથી બોલીવૂડમા આવેલી અમૃતાએ નામ, ચમેલી કી શાદી, સાહેબ, મર્દ, આયના જેવી ફિલ્મોમાં કામ કરી નામ કમાયું છે. જોકે તેનું નામ તેના અફેર્સ અને લગ્ન અને છૂટાછેડાને લીધે વધારે લેવાયું છે.

અમૃતાએ પોતાનાથી નાના નવાબઝાદા સૈફ અલી ખાન (Saif Ali Khan)સાથે 1991માં લગ્ન કર્યા ત્યારે 13 વર્ષ નાના યુવાન સાથેના તેનાં લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા અને પટૌ઼ડી પરિવાર સહિત સૌની ના હોવા છતાં બન્ને પરણી ગયા હતા. આ લગ્ન દરમિયાન તેમને બે સંતાન સારા અને ઈબ્રાહિમ થયા. આ લગ્ન ન ચાલ્યા ને 2004માં બન્ને છૂટા પડ્યા. તે બાદ સૈફે પોતાનાથી નાની ઉંમરની કરિના સાથે લગ્ન કર્યા. જોકે સૈફ-અમૃતાના છૂટાછેડાએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. બન્નેએ એક બીજા પર આક્ષેપો કર્યા હતા. એક ઈન્ટરન્યુમાં સૈફે પોતાનાની નાની ઉંમરની છોકરી સાથે પરણવાની પણ સલાહ આપી હતી.

જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમૃતાના સૈફ સાથેના લગ્ન પહેલા તેનો અફેર વિનોદ ખન્ના (Vinod Khanna) સાથે હોવાના અહેવાલો છે. વિનોદ ખન્ના તેનાંથી 12 વર્ષ મોટા હતા. બટવારા ફિલ્મના સેટ પર બન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા, પરંતુ વિનોદ ખન્ના તે સમયે પરિણિત હતા અને તેથી આ સંબંધ અહીં જ પૂરો થયો.

જોકે વિનોદ ખન્ના પહેલા અમૃતાનું નામ ક્રિકેટર રવિ શાસ્ત્રી (Ravi Shahstri) સાથે જોડાયું હતું. બન્નેના અફેરની ચર્ચાઓ ખૂબ ચગી હતી, પરંતુ શાસ્ત્રી પરિવારે અમૃતાને ફિલ્મો છોડવાની શરતે અપનાવવાની તૈયારી બતાવી હતી જે અમૃતાને મંજૂર ન હતું અને તેમના વચ્ચેના સંબંધો પૂરો થયા હતા. તેમ તે સમયે મીડિયામાં ચર્ચા થતી હતી.

હાલમાં અમૃતા સંતાનો સાથે જીવન વિતાવે છે. સારા અને ઈબ્રાહિમ પણ ફિલ્મજગતમાં જ કરિઅર બનાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button