હેપ્પી બર્થ ડેઃ કપૂર ખાનદાનનો ચિરાગ 50 લાખની ઘડિયાળ પહેરે છે
બોલીવૂડના ખૂબ જ લોકપ્રિય કપૂર ખાનદાનના ચિરાગ રણબીર કપૂરનો આજે જન્મદિવસ છે. જોકે માત્ર કપૂર ખાનદાનના પુત્ર તરીકે ન ઓળખાતા તેણે પોતાની અલગ ઓળખાણ બનાવી છે. રણબીર 28 સપ્ટેમ્બરે તેનો 41મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પુત્રી રાહાના જન્મ બાદ આ તેનો પહેલો જન્મદિવસ છે. રણબીર કપૂરનો જન્મ બોલિવૂડના પ્રખ્યાત કપૂર પરિવારમાં થયો હતો. રણબીર કપૂર દિવંગત અભિનેતા ઋષિ કપૂરનો પુત્ર છે. જોકે આજે તેની ફિલ્મ કરિયર વિશે નહીં પણ તેના શોખ વિશે અમે તમને જણાવશું. પહેલેથી જ ચાંદીની ચમચી સાથે જન્મેલા રણબીરના શોખ પણ તેવા જ છે. મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર
રણબીર કપૂર ખૂબ જ વૈભવી જીવન જીવે છે. રણબીર કપૂરને ઘણા મોંઘા શોખ છે. તેમના કલેક્શનમાં ઘણી મોંઘી વસ્તુઓનો સમાવેશ થાય છે. રણબીર કપૂરના લક્ઝરી કલેક્શનમાં 50 લાખ રૂપિયાની ઘડિયાળથી લઈને મોંઘી કાર, બાઈક અને સાઈકલનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રણબીર કપૂર જે મકાનમાં રહે છે તેની કિંમત પણ અધધધ છે.
રણબીર કપૂરને મોંઘી ઘડિયાળો ખૂબ જ પસંદ છે. તેની પાસે ઘણી મોંઘી ઘડિયાળોનું કલેક્શન છે. તેમાં રૂ. 8.16 લાખની કિંમતની હુબ્લોટ મેક્સીકન ઘડિયાળ અને રૂ. 50 લાખની કિંમતની રિચર્ડ મિલે આરએમ ઘડિયાળનો સમાવેશ થાય છે. જોકે, રિચર્ડ મિલે આરએમની ઘડિયાળ અમિતાભ બચ્ચને તેમને ભેટમાં આપી હતી.
રણબીર કપૂરના લક્ઝરી કલેક્શનમાં મોંઘી કાર અને બાઇક પણ સામેલ છે. 2.47 કરોડની કિંમતની Audi R8 V10, રૂ. 2.4 કરોડની મર્સિડીઝ બેન્ઝ G63 AMG અને અન્ય ઘણી લક્ઝરી કાર અને બાઈક અભિનેતાના ગેરેજને આકર્ષે છે.
માત્ર બાઈક અને કાર જ નહીં, રણબીર કપૂરને સાઈકલ ચલાવવાનો પણ ઘણો શોખ છે. પરંતુ અભિનેતાની સાયકલની કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. રણબીર પાસે મેટ છે ખાસ વાત એ છે કે આલિયા ભટ્ટે રણબીરને આ સાઇકલ ગિફ્ટ કરી છે. રણબીર કપૂર પાસે બાંદ્રામાં લક્ઝરી 4BHK એપાર્ટમેન્ટ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીરના આ એપાર્ટમેન્ટની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે.