HAPPY BIRTHDAY: સાત ફ્લોપ ફિલ્મો પછી વર્ષ 2023 આ સેલિબ્રિટીને પણ ફળ્યું | મુંબઈ સમાચાર

HAPPY BIRTHDAY: સાત ફ્લોપ ફિલ્મો પછી વર્ષ 2023 આ સેલિબ્રિટીને પણ ફળ્યું

વર્ષ 2023 બોલીવૂડની નજરે જોઈએ તો શાહરૂખ ખાન માટે સૌથી મહત્વનું રહ્યું કહેવાય. લગભગ ચારેક વર્ષ બાદ કિંગ ખાને બે સુપરહીટ ફિલ્મ આપી અને ત્રજી રીલિઝ થવા જઈ રહી છે. પઠમા ફિલ્મથી માત્ર શાહરૂખએ જ નહીં પણ બીજા એક સ્ટારે પણ કમબેક કર્યું છે અને તે છે આજના બર્થ ડે સેલિબ્રિટી જહૉન અબ્રાહમ. 17 ડિસેમ્બર, 1972ના રોજ મુંબઈમાં જન્મેલા જ્હોનની કરિયર ડામાડોળ રહી છે.

વર્ષ 2018માં તેની ફિલ્મ સત્યમેવ જયતે હીટ ગઈ હતી તે બાદ સાતેક ફિલ્મો ફ્લોપ ગઈ હતી જેમાં મુંબઈ સાગાથી માંડી સત્યમેલ-2નો સમાવેશ થાય છે. જોકે તે બાદ 2023માં એસઆરકેની પઠાણમાં તેણે નેગેટિવ રોલ કરી કમબેક કર્યું અને સારી નામના પણ મેળવી.

જ્હોનએ મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મથી કરિયરની શરૂઆત કરી હતી. મોડલિંગ કરતા જ્હોનને પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ એવોર્ટ મળ્યો હતો. મેચોમેન જેવો ડસ્ટી લૂ, હાઈટ બોડી ધરાવતો જ્હોન છોકરીઓમાં હોટ ફેવરિટ બની ગયો હતો. જોકે આ જ જ્હ઼ૉન જ્યારે ટીનએજમાં હતો ત્યારે પોતાના ચહેરાને લઈને ખૂબ જ દુખી રહેતો.


જ્હૉનએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું રોજ ભગવાનને પ્રાર્થના કરતો કે મારા ચહેરા પરના પિમ્પલ્સ હટાવી દે. તે સમયે મને આત્મવિશ્વાસ પણ ન હતો. જ્હૉનના તે સમયની અભિનેત્રી બિપાસા બાસુ સાથેના સંબંધો પણ ચર્ચામાં રહ્યા. જોકે બન્ને હવે પોતાપોતાના જીવનમાં વ્યસ્ત છે.
અભિનેતાને તેના જન્મદિવસની શુભકામના

સંબંધિત લેખો

Back to top button