Happy Birthday: બર્માથી રઝળપાટ સહન કરી ભારત આવ્યા ને બની ગયા સુપર ડાન્સર
આજના યુવાનોને જૂના હિન્દી ફિલ્મોના ગીતો નહીંયાદ હોય પણ તમે તેને પિયા તુ અબ તો આજા, મેરા નામ ચીન ચીન ચૂ કે યે મેરા દિલ પ્યાર કા દિવાના જેવા ગીતો કહેશો તો તે જરૂર સાંભળેલા હશે અને જોયેલા પણ હશે. હિન્દી ફિલ્મજગતને સદાબહાર ડાન્સ સિક્વન્સ આપનારા હેલનનો આજે જન્મદિવસ છે. તેઓ મૂળ બર્માના છે. તેમનો જન્મ 21 નવેમ્બર, 1938માં થયો હતો. પિતા બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામ્યા તે બાદ તેઓ ઘણી સમસ્યાઓ સહન કરી ભારત આવી સ્થાયી થયા. અહીં 18 વર્ષની ઉંમરે હેલનએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં નાના મોટા કામ કર્યા બાદ તેને હાવડા બ્રિજમાં મેર નામ ચીન ચીન ચૂ…પર ડાન્સ કર્યો ને તે બાદ લગભગ 700 જેટલી ફિલ્મોમાં હેલનેએ કામ કર્યું છે. તેમના ડાન્સને લીધે તેમને ભારતની પહેલી આઈટમ ગર્લ કહેવામાં આવે છે. જોકે તે સમયે ખૂબ જ ટૂંકા અને રિવિલિંગ કપડા પહેરતા હોવાથી ટીકાઓનો સામનો કરવો પડ્યો.
હેલનને ફિલ્મસર્જક પી એ અરોરા સાથે સંબંધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ બન્ને વચ્ચે મતભેદો થયા અને તેથી હેલનને કામ મળવાનું પણ બંધ થઈ ગયું. આ અરસમાં તેમની મુલાકાત ફિલ્મ લેખક સલીમ સાથે થઈ. સલીમએ તેમને કામ અપાવ્યું. બન્ને વચ્ચે મિત્રતા અને તે બાદ પ્રેમ થયો. સલીમ પહેલેથી પરણિત હતા અને ચાર સંતાનના પિતા હતા આથી તેમના સંબંધોની ઘણી ટીકા થઈ. આ સાથે સલીમના પહેલી પત્ની અને ચાર સંતાનો પણ નારાજ થયા. જોકે સલીમે પહેલા પત્ની અને સંતાનોની જવાબદારીમાંથી ક્યારેય હાથ ખંખેર્યા નહીં, પણ હેલન સાથેનો સંબંધ 1981માં લગ્નમાં પરિણમ્યો. ધીમે ધીમે સલીમના પહેલા પત્ની અને સુપરસ્ટાર સલમાનના માતા સલમા સહિત સૌએ હેલનને સ્વીકાર્યા અને આજે તેઓ બાન્દ્રામાં ગેલેક્સી ખાતે સાથે રહે છે. સલમાન ઘણીવાર હેલન સાથેના પોતાના ફોટા શેર કરતા હોય છે. હેલન હવે ફિલ્મોથી ઘણા સમયથી દૂર છે, પરંતુ આજે પણ તેમના ગીતો પર ઝૂમવાનું મન થઈ જાય છે.
હેલનને તેમના જન્મદિવસે શુભકામના…