મનોરંજન

Happy Birthday: એક સમયે ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા લેનારા આ Gujarati Actor’s Networth આજે કરોડોમાં છે..

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને જાણીતા ગુજરાતી કલાકાર પરેશ રાવલ (Bollywood Legendry Actor And Famous Gujarati Artist Paresh Rawal)નો આજે બર્થ-ડે છે. બેંકની નોકરી છોડીને એક્ટિંગની દુનિયામાં પગ મૂકનારા આ ટોચના કલાકારના જન્મ દિવસે આજે આપણે એમના જીવનના કેટલાક અનસૂને કિસ્સાઓ વિશે વાત કરીશું…

30મી મે, 1950ના મુંબઈના એક પરિવારમાં પરેશ રાવલનો જન્મ થયો અને સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોવા છતાં પણ તેમને નોકરી મેળવવા માટે પારાવાર સંઘર્ષ કરવો પડ્યો હતો. પુષ્કળ પ્રયાસો બાદ તેમને બેંક ઓફ બરોડામાં નોકરી મળી અને એ પણ દોઢ મહિના માટે… પરંતુ તેમણે આ નોકરી ત્રણ દિવસમાં જ છોડી દીધી. આવા કપરા દિવસોમાં તેમની ગર્લફ્રેન્ડ સ્વરૂપા સંપટ તેમને આર્થિક મદદ કરતાં હતા. ખુદ પરેશ રાવલે એક શોમાં આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો.

પરેશ રાવલે આ શોમાં આ બાબતે વાત કરતાં જણાવ્યું હતું કે મને પૈસાની મદદ કરનાર સ્વરૂપ સંપટ એ મારા બોસની દીકરી હતી અને મેં એને જ્યારે પહેલી વખત જોઈ ત્યારે જ હું એના પ્રેમમાં પડી ગયો હતો. મેં મારા મિત્રને સ્વરૂપ વિશે વાત કરી અને તેણે મને કહ્યું કે આ તો બોસની દીકરી છે. સ્વરુપ સંપટે પરેશ રાવલના પત્ની છે અને તેઓ પણ એક્ટ્રેસ છે.
એક સમયે ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા લેનાર પરેશ રાવલની આજની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમણે 240થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તે એક ફિલ્મ માટે પાંચ કરોડ રૂપિયાની ફી વસૂલે છે અને તેમની કુલ સંપત્તિ 93 કરોડ રૂપિયા છે.

બોલીવૂડમાં ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પરેશ રાવલે પોતાના કરિયરની શરૂઆત થિયેટરથી કરે છે અને ત્યાર બાદ 1982માં નસીબની બલિહારીથી ગુજરાતી ફિલ્મો અને 1984માં હોલી ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની અત્યાર સુધીની ફિલ્મી કારકિર્દીમાં તેમણે અનેક સુપરહિટ ફિલ્મો આપી હોઈ તેમણે ગુજરાતી, હિંદી, તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં હીરો કરતાં વિલનના રોલમાં તેમને દર્શકોએ વધુ પસંદ કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ પાંચ વેકેશન ડેસ્ટિનેશન… એક વખત જશો તો… પોતાની માતાની સાડી અને દાગીના પહેરીને દુલ્હન બની છે આ સેલિબ્રિટીઝ આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ