મનોરંજન

Happy Birthday: એક દિવસમાં પાંચ ફિલ્મનું શૂટિંગ કરતો હતો આ સેલિબ્રિટી

આજકાલ ફિલ્મો અને અભિનયની વાત કરવામાં આવે ત્યારે ગંભીર એક્ટિંગ કરતા, અમુક વિષયોને લઈને જ ફિલ્મો કરતા, ખાસ ટેકનિક વાપરતા અભિનેતાઓની વાત થાય, તેમના વખાણ થાય અને તેમના ઉદાહરણો અપાય. પણ દર્શકોને ગમતા, દરેક ઈમોશન એક જ ફિલ્મમાં બતાવતા, ડાન્સ અને ફાઈટિંગ બન્ને કરતા હીરો બનવું પણ એટલું જ અઘરું છે. આજે આવા જ એક હીરોનો જન્મદિવસ છે જેણે થિયેટરોમાં સીટી પડાવી અને બે દાયકા સુધી સતત લોકોનું મનોરંજન કર્યું. આ હીરો એટલે આપણી મુંબઈનો ગોવિંદા. આજે ગોવિંદા 60 વર્ષનો થયો.

ગોવિંદાને કોઈ પરિચયની જરૂર નથી. જ્યારે તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે પોતાના અભિનય અને ડાન્સથી બધાના દિલ જીતી લીધા. ગોવિંદા એવો એક્ટર હતા જેણે કોમેડી, રોમાન્સ, એક્શન, ઈમોશનલ જેવા તમામ રોલ કર્યા અને બધા રોલમાં તેને લોકોને ગમ્યો. ગોવિંદા ઇન્ડસ્ટ્રીનો એક એવો એક્ટર છે, જેને મોટા પડદા પર જોઈને ફેન્સ હસવા પર મજબૂર થઈ જાય. બોલિવૂડમાં કદાચ કોઈ અભિનેતા પાસે ગોવિંદા જેવું કોમિક ટાઈમિંગ નથી અને આ શૈલીએ તેમને સૌથી વધુ લોકપ્રિયતા પણ આપી. નેવુંના દાયકામાં શરૂઆત કરી અને તેણે એક પછી એક સુપરહીટ ફિલ્મો આપી. તેની ફિલ્મો તેના ડાન્સ-ગીતને લીધે પણ એટલી જ ચાલતી.


ગોવિંદાના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમના પિતા અરુણ કુમાર આહુજા પણ તેમના સમયના પ્રખ્યાત કલાકાર હતા અને તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને તેમની માતા નિર્મલા દેવી એક શાસ્ત્રીય ગાયિકા હતી, જે ફિલ્મોમાં ગાતી હતી. જો કે, ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ઘર માટે રાશન ખરીદવા માટે દુકાને જતો હતો અને ત્યાં તેની પાસે રાશન ખરીદવા માટે પૈસા નહોતા. ગોવિંદાના પિતા ફિલ્મોમાં હોવાથી તેમણે એક ફિલ્મનું નિર્માણ કર્યું, પણ તે પિટાઈ ગઈ અને ગોવિંદાએ પરિવાર સાથે વિરારની ચાલમાં રહેવા જવાનો વારો આવ્યો.

ગોવિંદાએ ફિલ્મ ‘લવ 86’થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને આના કારણે ગોવિંદા રાતોરાત સ્ટાર બની ગયા હતા. આ પછી તમામ નિર્માતા અને દિગ્દર્શકો તેમના ઘરની બહાર લાઈનોમાં ઉભા હતા. કહેવાય છે કે રાતોરાત સુપરસ્ટાર બન્યા બાદ ગોવિંદાએ એક સાથે 70 જેટલી ફિલ્મો સાઈન કરી હતી. પોતે ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતો હોય અને પૈસા મળતા હોવાથી તેણે ઘણી ખોટી ફિલ્મો સાઈન કરી અને તે પૂરી શક્યો નહીં અને તેની છાપ સમસયસર ન આવતા અને નિર્માતાઓને કામે લગાડતા સ્ટાર તરીકે પણ પડી.

આ ફિલ્મો પૂરી કરવાની હોવાથી તે તે એક દિવસમાં 5 ફિલ્મોના સેટ પર જતો હતો અને સતત કામ કરતો હતો. આ કારણોસર, તેણે ઘણી ફિલ્મોમાંથી પોતાને ધોવા પડ્યા. ગોવિંદાએ કહ્યું હતું કે તેમાંથી કેટલીક ફિલ્મો બંધ થઈ ગઈ છે અને તેમાંથી કેટલીક માટે તે તેની તારીખો આપી શક્યો નથી. ગોવિંદા આખો દિવસ અને રાત શૂટિંગ કરતો અને એક સેટથી બીજા સેટ પર જતો.

આ દિવસો દરમિયાન તેના અફેરની ચર્ચા પણ થતી હતી. તે સમયની અભિનેત્રી અને ગોવિંદા સાથે 14 ફિલ્મમાં કામ કરી ચૂકેલી નિલમ સાથે તેના સંબંધો ચર્ચામાં હતા. જોકે ગોવિંદા તે પહેલા સુનીતા આહુજાને લગ્નનું વચન આપી ચૂક્યા હતા, પરંતુ નિલમ સાથેના સંબંધો બાદ સુનીતા સાથે સંબંધ તોડી નાખવા સુધીનો વિચાર તે કરી બેઠો હતો. જોકે તેમ ન બન્યુ અને અંતે સુનીતા અને ગોવિંદાના લગ્ન થયા. બન્નેને બે સંતાન છે. હાલમાં ગોવિંદા લાઈમલાઈટથી દૂર રહે છે, ક્યારેક રિયાલિટી શૉ પર જોવા મળે છે.
ગોવિંદાને તેના જન્મદિવસે શુભકામના

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…