મનોરંજન

Happy Birthday: 750 રૂપિયાની લાલચે આપ્યો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક આલા ગ્રાન્ડ આર્ટિસ્ટ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ કલાકારોમાં જેમની ગણતરી થાય છે, પોતાની ફિલ્મો, કેરેક્ટર અને એક્ટિંગથી દર્શકોના દિલ પર અમીટ છાપ છોડનારા આજના આપણા બર્થડે બોય ભલે આ દુનિયાથી સદેહે વિદાય લઈ ગયા હોય પણ તેઓ દર્શકોના માનસપટલ પર હજી પણ અજરામર જ છે. પરંતુ કદાચ તમને જાણીને લાગશે કે એક્ટિંગ સાથે આજના આપણા બર્થડે બોયનું દૂર દૂર સુધી કોઈ સંબંધ નહોતો. ચાલો વધારે સસ્પેન્સ ક્રિયેટ કર્યા વગર તમને આપણા આજના બર્થડે બોયનું નામ જણાવી જ દઈએ અને એ નામ છે Farooq Sheikhનું…

આ પણ વાંચો: કોના વગર ફિક્કી પડી Shabana Azmi-Javed Akhtarની હોળી? કપલ થયું ભાવુક…

જી હા, તમારી જાણ માટે કે Farooq Sheikhએ એક વકીલ હતા પરંતુ પૈસાની લાલચ અને એમાં 750 રૂપિયાની લાલચને કારણે તેમણે એક્ટિંગ કરવાનું શરૂ કર્યું. Farooq Sheikhની ડેબ્યુ ફિલ્મ હતી ગરમ મસાલા અને ફિલ્મી દુનિયા સાથે તેમને સ્નાન સૂતકનો પણ સંબંધ નહોતો. તેમની પહેલી ફિલ્મનું મહેનતાણું પણ તેમને 20 વર્ષ બાદ ચૂકવવામાં આવ્યું હતું.


25મી માર્ચ, 1948ના જન્મેલા Farooq Sheikhએ એમેસ સથ્યુની ફિલ્મ ગર્મ હવા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાપા પગલી માંડી હતી અને ફિલ્મે કૈફી આઝમીએ લખી હતી અને શબાના આઝમીની મમ્મી શૌકત આઝમીએ આ ફિલ્મમાં અભિનય કર્યો હતો. Farooq Sheikh અને શબાના આઝમી બંને જણ કોલેજ સમયના મિત્રો હતા.


આ પણ વાંચો
: સેલિબ્રિટીનું સુપર્બ હોલી સેલિબ્રેશન…

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અમનુસાર જ્યારે ફારુખ શેખે ખુદ રાજ્ય સભા ટીવીના શો શખ્સિયતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું હું મુંબઈમાં લો ભણી રહ્યો હતો, કારણ કે મારા પિતાજી પણ એક વકીલ હતદા. કોલેજમાં મારું છેલ્લું વર્ષ હતું અને અમે ત્યારે લીડ એક્ટરની પાછળ ઊભા રહેવાના નાના-મોટા રકોલ કરતાં હતા. એ સમયે એમએસ મેથ્યુ ગરમ હવા નામની પિલ્મ બનાવી રહી્યા હતા, પરંતુ એમની પાસે પૈસા નહોતા. તેઓ પોતાની ફિલ્મમાં એવા લોકોને લેવા માંગતા હતા જેઓ માત્ર કામ કરે અને પૈસા વિશે વાત ન કરે. આવી પરિસ્થિતિમાં ફારુખ શેખે પોતાના મિત્રનો સંપર્ક કર્યો.

ફારુખ શેખે જણાવ્યું કે મેં અને મારા મિત્રોએ નક્કી કર્યું ફિલ્મમાં નાના રોલ માટે કે એક્સ્ટ્રાનું કામ કરી લઈશું. પણ મને લીડ એક્ટ્રેસ બલરાજ સહાનીના દીકરાનો રોલ ઓફર કરવામાં આવ્યો અને મેં હા પાડી દીધી. મને લાગ્યું કે વિષય સારો છે અને ફિલ્મમાં કામ કરવું યોગ્ય છે. એ સમયે મારી સાથે 750 રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો અને એ પૈસા મને 20 વર્ષ બાદ મળ્યા હતા. એ સમયે આવી ફિલ્મો માટે બજેટ ફાળવવું ખૂબ જ અઘરું હતું. પરંકુ 750 રૂપિયાની લાલચે મેં ફિલ્મમાં કામ કર્યું અને 20 વર્ષ બાદ મને મારી ફી ચૂકવવામાં આવી હતી.


આ પણ વાંચો
: બોલો, ટાઈગર શ્રોફ સાથે અક્ષય કુમારે આવી રીતે રમી હોળી, જુઓ વીડિયો

અત્રે ઉલ્લેખનીય છે કે ફારુખ શેખે અત્યાર સુધીમાં ઉમરાવ જાન, બાજાર, ચશ્મે બદ્દુ, નૂરી, રંગબે રંગી, કથા, લોટરી, માયા મેમસાબ, યે જવાની હૈ દિવાની જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 1988થી 2022ની વચ્ચે ફારૂખ શેખે અનેક ટીવી સિરીયલમાં પણ કામ કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button