મનોરંજન

સ્મરણાંજલિઃ બોલીવૂડ પર દસકાઓ સુધી રાજ કરનારા આ અભિનેતા જેલમાં પણ ગયા હતા

ઘણા એવા કલાકારો છે, જેમનો પરિચય આપવાની જરૂર જ નથી અને પ્રશંસા માટે પણ શબ્દો ખૂટે. આજે એવા જ એક હિન્દી ફિલ્મના બેતાજ બાદશાહનો જન્મદિવસ છે, જેમણે લગભગ પાંચેક દસકા સુધી હિન્દી ફિલ્મજગતને મનોરંજન કરાવ્યું અને ખાસ કરીને રડાવ્યા. રડાવ્યા એટલા માટે કે તેમને ટ્રેજેડી કીંગ તરીકે જ ઓળખવામાં આવતા હતા. હા, આજે પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મદિવસ છે. તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમના જીવનની ઘણી અંતરંગ વાતો છે જે યાદ કરી આપણે તેમને સ્મણાંજલિ આપી શકીએ.

દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું પરંતુ ફિલ્મો આવ્યા પછી તેઓ દિલીપ કુમાર બની ગયા.


દિલીપ કુમારે 1947માં આવેલી ફિલ્મ ‘જુગનુ’થી પહેલીવાર સફળતાનો સ્વાદ ચાખ્યો અને ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેમની ફિલ્મો, તેમના ખૂબ જ યાદગાર એવી ભૂમિકાઓ, તેમના ગીતો વગેરેની યાદી બનાવવાનું કામ ખૂબ જ અઘરું છે. આથી અમે તેમને તેમના જીવનના એક કિસ્સા વિશે જણાવી રહ્યા છીએ, જે તમને લગભગ નહીં ખબર હોય. દિલીપ કુમાર અભિનેતા બન્યા પહેલા જેલમાં જઈ આવ્યા છે અને તે પણ અંગ્રેજી હુકુમતનો વિરોધ કરવા માટે.


દિલીપ કુમારઃ ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડોમાં શેર કરવામાં આવી છે. આમાંની એક વાત એવી છે કે ફિલ્મોમાં આવતા પહેલા તે બ્રિટિશ આર્મી કેન્ટીનમાં કામ કરતા હતા. અહીં કેન્ટીનમાં તેમના દ્વારા બનાવવામાં આવેલી સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય હતી. લોકો ખૂબ જ ઉત્સાહથી તેની સેન્ડવીચ ખાવા આવતા હતા.

એકવાર દિલીપ કુમારે તેમની કેન્ટીનમાં ભાષણ આપ્યું હતું કે ભારતની આઝાદીની લડાઈ એકદમ વાજબી છે અને બ્રિટિશ શાસકોએ ભારતીયો સાથે અન્યાયી વર્તન કર્યું છે. બસ પછી તો કહેવું જ શું. તેમના પુસ્તક ‘દિલીપ કુમાર – ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો’માં દિલીપ કુમાર લખે છે, ‘પછી શું થયું, મારા બ્રિટિશ વિરોધી ભાષણ માટે, મને યરવડા જેલમાં મોકલવામાં આવ્યો જ્યાં ઘણા સત્યાગ્રહીઓ બંધ હતા.

તે સમયે સત્યાગ્રહીઓને ગાંધીવાલા કહેવાતા. હું પણ અન્ય કેદીઓના સમર્થનમાં ભૂખ હડતાળ પર બેઠો હતો. સવારે મારા પરિચિતનો એક મેજર આવ્યો અને હું જેલમાંથી છૂટ્યો.

સાયરા બાનુ અને દિલીપ કુમારે વર્ષ 1966માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે સાયરાની ઉંમર 22 વર્ષની હતી જ્યારે દિલીપ કુમારની ઉંમર 44 વર્ષ હતી. આ લગ્ન પણ ઘણા ચર્ચમાં રહ્યા, પરંતુ સાયરા ખરા અર્થમાં તેમના જીવનસાથી સાબિત થયા અને દિલીપકુમારની લાંબી બીમારી દરમિયાન તેમનો પડછાયો બની તેમની સાથે ઊભા રહ્યા અને તેમની સંભાળ લીધી.


અભિનેતા છેલ્લે 1998માં આવેલી ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા. ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાતા દિલીપ કુમારે પાંચ દાયકાની પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી. દિલીપ કુમારને 2015માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1994માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
હિન્દી ફિલ્મજગતના આ અનમોલ રત્નને તેમના જન્મદિવસે સ્મરણાંજલિ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…