મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ આ કારણે જ્યારે પૈસા આવ્યા ત્યારે સોનું પહેરવાનું શરૂ કર્યું આજના સેલિબ્રિટીએ

હિન્દી ફિલ્મસંગીત જ્યારે સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીતથી પ્રભાવિત હતુ ત્યારે અમુક સંગીતકારો છે જેમણે નવો ચીલો ચાતર્યો અને હિનેદી ફિલ્મસંગીતમાં વિવિધતા લાવી. આમાં ઓપી નય્યર, આર.ડી. બર્મન સાથે બીજુ એક નામ મોઢા પર આવે અને તે છ બપ્પી લહેરીનું. આજે તેમનો જન્મદિવસ છે. તેઓ આપણી વચ્ચે નથી પણ તેમણે આપેલા તડકફડક ગીતો આજે પણ પગ ફિરકાવી દે છે અને મન ડોલાવી દે છે.

ડિસ્કો સ્ટઈલ ગીતો બોલીવૂડમાં લાવવાનો શ્રેય તેમને જાય. મિથૂન ચક્રવર્તીથી માંડી ગોવિંદાની ફિલ્મોમાં તેમના સંગીતનો જાદુ ચાલ્યો. જેણે બોલિવૂડમાં રોક મ્યુઝિક અને ફાસ્ટ મ્યુઝિક આપવાનું શરૂ કર્યું. જોકે તેમણે પશ્ચિમી સંગીતવાળા જ ગીતો મઢ્યા છે તેમ નથી ગઝલો અને અને શાસ્ત્રીય સંગીત પર આધારિત ઘણા ગીતો તેમણે બનાવ્યા છે અને તે લોકપ્રિય પણ બન્યા છે.


આજના દિવસે એટલે કે 27મી ડિસેમ્બર, 1952ના રોજ કોલકત્તામાં જન્મેલા બપ્પીદાનું નામ અલ્કેશ લહેરી છે. મોરના ઈંડા ચિતરવા ન પડે તેમ લહેરીના માતા-પિતા પણ સંગીત સાથે જોડાયેલા હતા અને બપ્પીએ 3 વર્ષની ઉંમરે તબલા શિખ્યા હતા. સંતાનની આ પ્રતિભાને માતાપિતાનું સમર્થન મળ્યું અને માત્ર 19 વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા. અહીં પહેલા એક બંગાળી ફિલ્મ અને પછી હિન્દી ફિલ્મમાં સંગીત આપ્યું. જોકે તેમને નામના મળી 1975માં આવેલી ઝખ્મી ફિલ્મથી જેમાં તેમણે કિશોર કુમાર, આશા અને લત્તા પાસે ગીતો ગવડાવ્યા અને તે સુપરહીટ સાબિત થયા. તે બાદ તેમના કામની યાદી ઘણી લાંબી છે. જિતેન્દ્રની હિંમતવાલાથી માંડી લગભગ બારેક સિલ્વર જ્યુબિલી ફિલ્મના ગીતો બપ્પીદાના છે. તેઓ પોતે સારા ગાયક હતા, ડબિંગ કરતા અને અભિનય પણ કર્યો છે.


તેમના મ્યુઝિકની જેમ તેમનો લૂક પણ બધાથી અલગ હતો. બપ્પી લહેરી તમને આંગળીઓમાં મોટી મોટી વીંટીઓ અને ગળામાં મોટા વજનદાર હાર સાથે જ દેખાય અને તે પણ પ્યોર સોનાના. આ પાછળ પણ એક કારણ છે.
બપ્પી લાહિરીએ ફિલ્મ જગતમાં અપાર સફળતા હાંસલ કરી હતી પરંતુ તેઓ હોલીવુડના પ્રખ્યાત સંગીત નિર્દેશક એલ્વિસ પ્રેસ્લીથી ખૂબ જ પ્રેરિત હતા. બપ્પીદાએ જણાવ્યું હતું કે પ્રેસ્લી ગળામાં ઘણી નાની નાની સોનાની ચેઈન પહેરતા અને ત્યારથી મેં વિચાર્યું હતું કે જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું પણ સોનું પહેરીશ અને આ ઈચ્છા તેમણે પૂરી કરી. સોના જેવું સંગીત આપનારા બપ્પીદાને જન્મદિવસે સ્મણાંજલિ

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker