ટોપ ન્યૂઝમનોરંજન

હેપ્પી બર્થ ડે : દિવસે દિવસે જવાન થતા આ સુપર સ્ટાર એ

ગેરેજમાં દિવસો કાઢ્યા છેફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ખાસ કરીને બોલીવુડમાં 50 ની ઉંમર વટાવી ગયા હોવા છતાં હિરોઈન સાથે પડદા પર રોમાન્સ કરતા ઘણા હીરો છે .જોકે આ હીરો લોકોને હવે એટલા ગમતા નથી, પણ એક એવો હીરો છે જે 65 વર્ષની ઉંમરે પણ રોમાન્સ કરે તો તેને જોવો ગમે છે. આ અભિનેતા માત્ર તેના અભિનય માટે જ નહીં પણ તેની ફિટનેસ માટે પણ જાણીતો છે.

વાત કરી રહ્યા છે મિસ્ટર ઈન્ડિયા ની એટલે કે અનિલ કપૂરની. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956ના રોજ થયો હતો. અનિલ કપૂરે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી, પરંતુ અહીં સુધી પહોંચવું સરળ નહોતું. ઘણા કલાકારોની જેમ અનિલે પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા અનિલ કપૂરનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. જ્યારે અભિનેતા મુંબઈ આવ્યો ત્યારે તેના પરિવારમાં પૈસાની તંગી હતી. ત્યારબાદ અનિલ તેના પરિવાર સાથે રાજ કપૂરના ગેરેજમાં રહેતો હતો. વાસ્તવમાં અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરના પિતરાઈ ભાઈ છે. આ પછી તેણે એક વિસ્તારમાં એક રૂમ ભાડે લીધો. તે પણ લાંબા સમયથી ભાડાના રૂમમાં રહેતો હતો. 

આ વાતનો ખુલાસો ખુદ એક્ટરે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.અનિલ કપૂરે વર્ષ 1979માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, તેણે નિર્દેશક ઉમેશ મહેરાની ફિલ્મ ‘હમારે તુમ્હારે’માં કેમિયો કર્યો હતો. અનિલ કપૂરે 1980માં આવેલી તેલુગુ ફિલ્મ ‘વંશ વૃક્ષમ’માં લીડ રોલમાં કર્યો . પછી, અભિનેતાએ 1983માં ફિલ્મ ‘વો સાત દિન’ દ્વારા મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી અનિલ કપૂરે એક પછી એક સફળતાની સીડીઓ ચઢી અને ‘બેટા’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘મેરી જંગ’, ‘કર્મા’, ‘તેઝાબ’, ‘કસમ’, ‘રામ લખન’, લાડલા’ અને ‘નાયક’ જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી. આ એક એવો અભિનેતા છે જેને ક્યારેય બ્રેક નથી લીધો હજુ પણ એ ફિલ્મો કરે છે અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ આવી ચૂક્યો છે. 50ની ઉંમર વટાવી જાય એટલે અભિનેત્રી ઘરડી દેખાવા માંડતી હોય છે અને તેની માટે મેન્ટેન કરવું બહુ મહત્વનું માનવામાં આવે છે તે રીતે 60 ની ઉંમર પછી અભિનેતા માટે પણ કામ કરવું અઘરું હોય છે.

જોકે અનિલ કપૂર આમાં અપવાદ છે. હજી પણ તે લીડ રોલમાં આવે છે અથવા તો એવા રોલ કરે છે જે લીડ રોલના સમકક્ષ હોય . તાજેતરમાં તેની એનિમલ ફિલ્મ રિલીઝ થઈ છે .આ ફિલ્મમાં પણ તેનો રોલ લીડ હીરો રણવીર કપૂર જેટલું જ મહત્વનો છે.અનિલ કપૂરની પર્સનલ લાઇફની વાત કરીએ તો જ્યારે એક્ટર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તેની મુલાકાત મોડલ સુનિતા સાથે થઈ હતી. મિસ્ટર ઈન્ડિયાને પહેલી નજરે જ સુનીતા સાથે પ્રેમ થઈ ગયો. એક રિપોર્ટ અનુસાર તે દિવસોમાં સુનીતા અનિલનો ખર્ચ ઉઠાવતી હતી. અનિલ કપૂરે 19 મે 1984ના રોજ સુનીતા સાથે લગ્ન કર્યા હતા. જોકે શ્રીદેવી સાથેના તેના સંબંધોની ચર્ચા એ પણ ઇન્ડસ્ટ્રીમાં એક સમયે જોર પકડ્યું હતું. અનિલ કપૂરને તેના જન્મદિવસે શુભકામનાઓ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button