મનોરંજન

Happy Birthday: કરોડોની નેટ વર્થ ધરાવતા આ હીરોએ ટોચની હીરોઈનનું પ્રપોઝલ ઠુકરાવ્યું હતું

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિંગલ હીરોની વાત આવે એટલે સલમાન ખાનનું નામ પહેલાં આવે. ભાઈજાનના નામથી ફેમસ આ સ્ટારનું નામ ટોચની હીરોઈનો સાથે જોડાયું છે, પણ પરણવાનો યોગ તેની કુંડળીમાં નથી તેમ જણાય છે. જોક આવા ઘણા બોલીવૂડ સ્ટાર છે જે મોટી ઉંમર સુધી સિંગલ છે, તેમાંના એકનો આજે જન્મદિવસ છે. જોકે આ હીરોનું નામ ખાસ કોઈ અફેરને લઈને ચર્ચામાં આવ્યું નથી. આ હીરો એટલે એક સમયે અમિતાભ બચ્ચનને ટક્કર આપનાર વિનોદ ખન્નાનો દીકરો અક્ષય ખન્ના. અક્ષય આજે તેનો 49મો જન્મદિવસ મનાવી રહ્યો છે.

અક્ષય ભલે ઓછી ફિલ્મોમાં જોવા મળ્યો હોય પણ તેણે દરેક જૉનરની ફિલ્મમાં અભિનય કરી પોતાને એક સારો અભિનેતા સાબિત કર્યો છે. રેસ, મૉમ, હંગામા, આર્ટિકલ 375, હમરાઝ જેવી ઘણી સુપરહીટ ફિલ્મો તેણે આપી છે.

અક્ષય અમુક પાત્રોમાં ફીટ બેસે છે અને તે તેવી ફિલ્મો જ પસંદ કરે છે. જોકે ઓછી ફિલ્મો કરી હોવા છતાં એક્ટરની નેટ વર્થ કરોડોમાં છે. એક અહેવાલ અનુસાર અક્ષય પાસે રૂ. 148 કરોડની સંપત્તિ છે. પુણેમાં પણ તેના નામે મકાન અને ઓફિસો છે. આ સાથે લક્ઝુરીયસ કારનો કાફલો તેમની પાસે છે.


Also Read:https://bombaysamachar.com/entertainment/happy-birthday-an-actresss-switched-off-phone-led-to-the-first-film/


જોકે બધુ હોવા છતાં લગ્ન શા માટે નથી કર્યા તે અંગે તેમણે એકવાર કહ્યું હતું કે હું મેરેજ મટિરિયલ નથી અને મારા જીવનની લગામ હું મારા હાથમાં રાખવા માગું છું. પણ તમને કદાચ નહીં ખબર હોય કે અક્ષય ખન્નાના ઘરે તે સમયની એક ટોચની હીરોઈનના પિતા પોતાની પુત્રીનું માગું નાખી આવ્યા હતા. આ વાત લગભગ વીસેક વર્ષ પહેલાની છે.


Also Read:https://bombaysamachar.com/special-features/happy-birthday-the-countrys-daughter-traveled-to-space-not-once-but-twice/


એક અહેવાલ અનુસાર અભિનેત્રી કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂરે અક્ષય ખન્નાના પિતા વિનોદ ખન્ના સાથે વાત કરી હતી. બન્ને પરિવારો વચ્ચે વાતચીત શરૂ જ થઈ હતી, પરંતુ કરિશ્માની માતા બબીતાને આ સંબંધ મંજૂર ન હતો આથી વાત આગળ વધી નહીં. મીડિયા રિપોર્ટ્સ એમ પણ જણાવે છે કે અક્ષય આ સંબંધ માટે તૈયાર ન હતો અને તેણે કરિશ્મા સાથે લગ્નની ના પાડી હતી. જકે બન્ને આ વાતનો ઉલ્લેખ જવલ્લે જ ક્યાંક કરતા હોય છે.

ખૈર, જોડીયાં તો ઉપરવાલા બનાતા હૈ, તેવું આપણને ફિલ્મોએ જ શિખવાડ્યું છે. ત્યારે અક્ષયના જન્મદિવસે તેનું જીવન તેની ઈચ્છા પ્રમાણે તે જીવી શકે તેવી તેને શુભકામના.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button