Happy Birthday: 15 વર્ષની મહેનતનું ફળ એક ફિલ્મથી મળી ગયું
કોઈપણ ક્ષેત્રમાં કારકિર્દી બનવતા યુવનો માટે એક બે કે પાંચ વર્ષનો સંઘર્ષ સહ્ય હોય છે. સફળતાની આશામાં શરૂઆતના પાંચેક વર્ષ નીકળી જાય, પણ પછી જો ધાર્યુ પરિણામ ન આવે તો માણસ નિરાશ થઈ જાય. જોકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આમ નથી. ઘણીવાર પહેલી ફિલ્મથી સ્ટારડમ મળે તો ઘણીવાર વર્ષોની પ્રતીક્ષા. આજની બર્થ ડે સેલિબ્રિટી સાથે પણ એમ જ થયું. તેણે એક સુપરહીટ માટે લાંબી રાહ જોવી પડી, પણ એક ફિલ્મથી તેણે બધુ જાણે કમ્પેશનેટ કરી લીધું. આ ફિલ્મ એટલે ધ કેરળ સ્ટોરી અને હીરોઈન એટલે અદા શર્મા. અદાનો આજે 32મો જન્મદિવસ છે.
અદા શર્મા આ મહિને માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’ માટે ચર્ચામાં છે. જોકે, આ ફિલ્મ તેની અગાઉની ફિલ્મ ધ કેરળ સ્ટોરી જેવી સારી કમાણી કરી શકી નથી, પણ આ ફિલ્મો કરીને અદાએ સાબિત કરી દીધું છે કે તે પોતાની જાતને કોઈપણ પ્રકારના રોલમ સરળતાથી એડપ્ટ કરી શકે છે. આજે અદા પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે.
મુંબઈમાં જન્મેલી અદા શર્માના પિતા તમિલનાડુના છે, જ્યારે તેની માતા કેરળની છે. અભિનેત્રીએ તેનું સ્કૂલિંગ ઓક્સિલિયમ કોન્વેન્ટ હાઈસ્કૂલ, મુંબઈથી કર્યું છે. અદા શર્મા બાળપણથી જ એક્ટ્રેસ અને ફેમસ ડાન્સર બનવા માંગતી હતી તેણે 12માનો અભ્યાસ છોડીને એક્ટિંગ લાઈનમાં જોડાઈ ગઈ. એક્ટિંગ સિવાય એક્ટ્રેસ ડાન્સિંગનો પણ શોખીન છે. તેણે બેલે, સાલસા અને જાઝ ડાન્સ ફોર્મની તાલીમ લીધી છે.
અદા શર્માએ વર્ષ 2008માં હોરર ફિલ્મ ‘1920’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ હોરર ફિલ્મમાં તેણે લિસા નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં અદાનું કામ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.
આ ફિલ્મ પછી અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં સાઈડ રોલ કર્યા હતા, પરંતુ અદાને જે ઓલખ જોઈતી હતી કે ધ કેરળ સ્ટોરીથી મળી. તેની કારકિર્દીની આ પહેલી ફિલ્મ છે જેને આટલી અપાર સફળતા મળી છે. આ ફિલ્મ ધર્મ પરિવર્તનની થીમ પર બની હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી અદાના ચાહકોની યાદી લાંબી થઈ ગઈ.
ધ કેરાલા સ્ટોરી પછી અદા શર્માએ બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી નામની બીજી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં અદા એક દબંગ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળી હતી.
તેણે ઓટીટી પ્લેટફોર્મ પર પણ સારી સિરિઝ કરી છે.
ફિલ્મોમાં તેની ભૂમિકાઓ સિવાય, અદા શર્મા પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર સમાચારમાં રહે છે. અદા શર્મા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારના ફોટા અને મલ્ટી-ટેલેન્ટ વીડિયો પોસ્ટ કરીને ચાહકોનું મનોરંજન કરે છે. આ દરમિયાન, તે ક્યારેક ડાન્સ કરીને, ક્યારેક ગીત દ્વારા તેના ચાહકોને આશ્ચર્યચકિત કરે છે અને ક્યારેક તે વિવિધ ભાષાઓમાં ગીતો ગાઈને બધાનું મનોરંજન કરે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અદા શર્મા પક્ષીઓના અલગ-અલગ અવાજો પણ કાઢી શકે છે.
અભિનેત્રીની કારકિર્દી હજુ સુપરફાસ્ટ દોડે તેવી તેને શુભેચ્છા