મનોરંજન

88 વર્ષે Dharmendraને આ શું થયું, વીડિયો જોઈને Fan’s Tentionમાં…

બોલીવૂડના હીમેન અને ટોચના અભિનેતા ધર્મેન્દ્ર (Bollywood Actor Dharmendra)ને લઈને ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. 88 વર્ષે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને મહાનાયક અમિતાભ બચ્ચન (Mega Star Amitabh Bachchan)ની જેમ જ ડે ટુ ડે લાઈફની ઘટનાઓ ફેન્સ સાથે શેર કરતાં હોય છે. પોતાની ફિલ્મોને કારણે ચર્ચામાં રહેતાં ધર્મેન્દ્ર હાલમાં એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોમાં ધર્મેન્દ્રના એક પગમાં પ્લાસ્ટર સપોર્ટર જોવા મળી રહ્યું છે. આ જોયા બાદ ફેન્સ ચિંતામાં પડી ગયા છે કે આખરે તેમના લાડકા હીમેને શું થયું ગયું છે?



ધર્મેન્દ્રનો આ વીડિયો જોયા બાદ ફેન્સ સવાલ પૂછી રહ્યા છે કે શું તેમને ફ્રેક્ચર આવ્યું છે? તેમને પગમાં કંઈ વાગ્યું મૂક્યું છે? જોકે, આ મામલે ધર્મેન્દ્ર કે દેઓલ પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ધર્મેન્દ્રનો આ વીડિયો જોઈને ચાહકોમાં ચિંતામાં પડી ગયા છે અને તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર પોતાનો મોટાભાગનો સમય ફાર્મહાઉસ પર જ પસાર કરે છે અને ત્યાંથી જ તેઓ પોતાના વીડિયો, ફોટો શેર કરતાં રહે છે. આ ફાર્મહાઉસ પર તેઓ શાકભાજી ઉગાડતા કે ખેતી કરવાનું શીખવાડતા જોવા મળે છે. પરંતુ ધર્મેન્દ્ર પોતાના લેટેસ્ટ વીડિયોને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ વીડિયો શેર કરવાની સાથે સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે કે જખ્મી શેર… બિઝ અગેન…

છેલ્લી વખત ધરમપાજી મતદાર વખતે પેપ્ઝને પોઝ આપતા જોવા મળ્યા હતા અને એ સમયે પણ તેઓ પેપ્ઝ પર ગુસ્સે ભરાયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ધરમપાજી છેલ્લી વખત શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયામાં જોવા મળ્યા હતા અને એ પહેલાં 2023માં તેઓ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે રોકી ઔર રાની કી લવ સ્ટોરીમાં જોવા મળ્યા હતા. દર્શકોને આ બંને ફિલ્મો ખૂબ જ પસંદ આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button