મુંબઈના કાંજૂરમાર્ગમાં ધ બંગાલ ફાઈલ્સનો શૉ રદ થતાં બબાલ | મુંબઈ સમાચાર
મનોરંજન

મુંબઈના કાંજૂરમાર્ગમાં ધ બંગાલ ફાઈલ્સનો શૉ રદ થતાં બબાલ

મુંબઈઃ પશ્ચિમ બંગાળમા થયેલા નરસંહારની વાર્તા લઈને વિવેક અગ્નિહોત્રીએ બનાવેલી ધ બંગાળ ફાઈલ્સ આજે થિયેટરોમાં રિલિઝ થઈ છે. આ ફિલ્મને લઈને પહેલેથી ઘમા વિવાદો થયા છે ત્યારે મુંબઈના કાંજૂરમાર્ગમાં પણ બબાલ થઈ હોવાની માહિતી મળી છે.

1946માં બંગાળમાં થયેલા ડિરેક્ટ એક્શન ડે પર આધારિત આ ફિલ્મ વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી છે અને પલ્લવી જોશી, અનુપમ ખેર, દર્શન કુમાર અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં છે.

આપણ વાંચો: ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ વિવાદોમાં ઘેરાઈ, ગોપાલ મુખર્જીના પૌત્રએ લગાવ્યા ગંભીર આરોપ

અહીંના એક થિયેટરમાં આ ફિલ્મનો શૉ અચાનક કેન્સલ થતા અહીં આવેલા દર્શકોએ નારાજગી મચાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં દખાઈ રહ્યું છે કે લોકો લાંબી લાઈન લગાવીને ઊભા છે.

અમુકે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું અને જોવા આવ્યા છે, પરંતુ અચાનક થિયેટર પર હાજર કર્મચારીઓએ શૉ કેન્સલ હોવાની માહિતી આપતા મામલો બિચક્યો છે.

વીડિયોમાં એક યુઝર કહી રહ્યો છે કે આ શિવાજી મહારાજની ભૂમિ છે, કોલકાતા નથી. તો બીજો કહે છે કે અમે 9 વાગ્યાનો શૉ જોવા માગીએ છીએ પણ ટિકિટ બુક નથી થઈ રહી. અહીં 50 જેટલા લોકો આવ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button