મનોરંજન

આધાર કાર્ડ સેન્ટરમાં થઇ દીકરીની થઇ સતામણી, બોલિવૂડ ડિરેક્ટરે સોશિયલ મીડિયા પર વર્ણવી વ્યથા

આજના જમાનામાં જ્યારે બધું એડવાન્સ થઇ ગયું છે અને ટેક્નોલોજી ખૂબ ઝડપી બની છે, ત્યારે પણ બોલિવૂડ ડિરેક્ટર હંસલ મહેતાની પુત્રી પોતાનો આધાર કાર્ડ મેળવવા માટે ઘણી હાડમારી વેઠવી પડી રહી છે. આ બાબત ઘણી આશ્ચર્યજનક છે. હંસલ મહેતાએ પોતે આ માહિતી આપી છે અને જણાવ્યું છે કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી આવું ચાલી રહ્યું છે. આ એક પ્રકારનું હેરેસમેન્ટ જ છે.

અકળાઇ ગયેલા ડિરેક્ટર હંસલે X પર પોતાના વિચારો શેર કર્યા હતા અને લખ્યું હતું કે- મારી પુત્રી છેલ્લા 3 અઠવાડિયાથી આધાર કાર્ડ માટે અરજી કરવાનો પ્રયાસ કરી રહી છે. તે વરસાદનો ત્રાસ ઝેલીને અંધેરી પૂર્વમાં આવેલી આધારની ઓફિસમાં જાય છે. તે વહેલી નીકળી જાય છે પરંતુ ત્યાંના સિનિયર મેનેજર તેને કોઈને કોઈ બહાને પાછા મોકલી દે છે. તેની સહી કરાવો, આ દસ્તાવેજો લાવો, સ્ટેમ્પ યોગ્ય જગ્યાએ નથી, તમારી પાસે આજે એપોઇન્ટમેન્ટ નથી, હું એક અઠવાડિયાની રજા પર છું… આ ખૂબ જ નિરાશાજનક છે અને હેરાનગતિથી ઓછું નથી.

હંસલ મહેતાએ તેમની X પોસ્ટમાં CEO UIDAI અને UIDAIની ઓફિસને પણ ટેગ કર્યા હતા. હંસલ મહેતાને આધાર ઓફિસ તરફથી ઓટોમેટેડ જવાબ મળ્યો છે. જેમાં લખ્યું છે- પ્રિય આધાર નંબર ધારક, કૃપા કરીને તમે જ્યાં આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે આધાર કેન્દ્રનું સંપૂર્ણ સરનામું શેર કરો, સાથે જ ડાયરેક્ટ મેસેજ દ્વારા તમારી સંપર્ક વિગતો શેર કરો. અમે તમને આગળ મદદ કરીશું. હંસલ મહેતાએ સંપર્કની બધી વિગતો શેર કરી દીધી છે.

હંસલ મહેતાને તેની પત્ની સફિના હુસૈનથી બે દીકરીઓ છે – કિમાયા અને રિહાન્ના. તેમને તેમની પ્રથમ પત્નીથી બે પુત્રો પણ છે – જય અને પલ્લવ. હંસલના પુત્ર જયએ તાજેતરમાં જ ફિલ્મ મેકર તરીકે ડેબ્યુ કર્યું છે. તેઓ સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી ના સહ-નિર્દેશક હતા. તેણે લૂંટેરે ફિલ્મના બે દ્રશ્યો પણ લખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button