Rekha-Amitabh Bachchan ની લવસ્ટોરી પર આ વ્યક્તિએ મૂક્યું પૂર્ણવિરામ, કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રેખા (Rekha)ની લવ સ્ટોરીથી તો આખી ઈન્ડસ્ટ્રીથી પરિચીત છે. એ સમયે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન (Jaya Bachchan)ના લગ્ન થઈ ગયા હતા. પરંતુ ફિલ્મોના સેટ પર રેખા સાથેની મુલાકાતો ક્યારે પ્રેમમાં પરિણમી એની જાણ ન તો રેખાને થઈ કે ન તો બિગ બીને. પરંતુ હાલમાં જ હનીફ ઝવેરી રેખા અને બિગ બીના સંબંધો વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આવો જોઈએ હનીફ ઝવેરીએ શું કહ્યું-

હનીફ ઝવેરીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે કઈ રીતે જયા બચ્ચને રેખા માટે એક લંચ પ્લાન કરીને અમિતાભ બચ્ચન અને રેખાની લવસ્ટોરી પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હનીફ ઝવેરીએ જણાવ્યું હતું કે રેખા અને અમિતાભ બચ્ચનનો સંબંધ ફિલ્મ દો અનજાનેના સેટ પર વધારે ગાઢ બન્યો હતો. રેખા અને બિગ બી 100 ટકા એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ એ જ સમયે 1982માં ફિલ્મ કૂલીના શૂટિંગ વખતે બિગ બીને અકસ્માત થયો અને એ સમયે જયા બચ્ચન સતત બિગ બી અને ડોક્ટરો સાથે ખડે પગે ઊભા રહ્યા હતા.
જયા બચ્ચનનું આ ડેડિકેશન જોઈને બિગ બી જયા બચ્ચન તરફ વળી ગયા અને તેમણે પોતાની જાતને બદલવાનું શરૂ કરી દીધું. હનીફ ઝવેરીએ આગળ એવું જણાવ્યું હતું કે બિગ બીને પાછા મેળવવા માટે જયા બચ્ચને રેખા માટે પોતાના ઘરે એક શાનદાર લંચનું આયોજન કર્યું હતું. જયા અને રેખાએ સુંદર લંચ કર્યું, સારી સારી વાતો કરી અને બંને વચ્ચે ઘણી વાતો થઈ. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે રેખાને જયા બચ્ચને એટલું જ કહ્યું કે અમિતાભ મારા છે અને તેઓ મારા જ રહેશે… જયા બચ્ચનની આ વાત સાંભળીને રેખાએ પણ પોતાના પગ પાછા ખેંચી લીધા.
આ પણ વાંચો : પ્રેમને લઈને Rekhaએ આ શું કહ્યું, જયા બચ્ચન સાંભળશે તો…
આ રીતે જયા બચ્ચનને પોતાની આગવી સૂઝબૂઝથી રેખા- અમિતાભ બચ્ચનને હંમેશા માટે અલગ કરી દીધા અને પોતાનું ઘર બચાવી લીધું.