મનોરંજન

ફિલ્મ ધુરંધરના સંવાદ વિરુદ્ધની અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદઃ હિન્દી ફિલ્મ ધુરંધરના બ્લોચ સમાજને દુઃખ પહોંચાડતા કથિત સંવાદને કાઢી નાખવાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ વિવાદાસ્પદ સંવાદને ફિલ્મમાં મ્યૂટ કરી દેવામાં આવ્યો હોવાનું નોંધી નવમી જાન્યુઆરીએ કોર્ટે આ અરજીને રદ કરી હતી.

આ કાનૂની વિવાદ અભિનેતા સંજય દત્ત દ્વારા ફિલ્મમાં બોલવામા આવતા એક સંવાદને લીધો થયો હતો. અભિનેતા દ્વારા ચૌધરી અસલમનું પાત્ર ભજવવામાં આવ્યું છે. બ્લોચ સમુદાયની છબીને ખરાબ કરતી સંવાદે વિવાદ ઉભો કર્યો છે. અરજદારે દલીલ કરી હતી કે આવા બ્લોચ સમુદાયને ફિલ્મમાં અપમાનજનક રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતમાં રહેતા બ્લોચ સમુદાયના પ્રતિનિધિઓએ આ સંવાદને અપમાનજનક, ઉશ્કેરણીજનક અને પાયાવિહોણી સિનેમેટિક સામગ્રી ગણાવી હતી અને તેનાથી તેમની લાગણીઓને ખૂબ ઠેસ પહોંચી છે, તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ‘ધુરંધર’એ રચ્યો ઈતિહાસ: ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડી બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

રિટ પિટિશન મુજબ, આ પ્રકારના સંવાદ ૧૯૫૨ના સિનેમેટોગ્રાફ એક્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરે છે. આ નિયમોમાં કોઈપણ ચોક્કસ જાતિ અથવા સમુદાયને બદનામ કરતી અથવા અપમાનિત કરતી સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરજીમાં વધુમાં દલીલ કરવામાં આવી હતી કે આવી ટિપ્પણીઓ સમુદાયની ગરિમાને નુકસાન પહોંચાડે છે અને સામાજિક અસમાનતાને પ્રોત્સાહન આપે છે. કોર્ટ કેસ ઉપરાંત, સમુદાયે સીબીએફસી સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો અને ફિલ્મના નિર્માતા, આદિત્ય ધર અને અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button