મને મારવું હોત તો છાતી પર જ ગોળી મારતે, ગોવિંદાના ગોળી કાંડ પર આ શું બોલી પત્ની સુનિતા….
બોલિવૂડ અભિનેતા ગોવિંદા આમ તો હાલમાં ફિલ્મી ઝાકઝમાળથઈ દૂર છે, પણ તેઓ કોઇને કોઇ વાતે ચર્ચામાં રહેતા હોય છે. એમની પત્ની સુનિતા પણ તેમના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ગયા વર્ષે ગોવિંદાને આકસ્મિક રીતે પગમાં ગોળી વાગી ગઇ હતી અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા. હવે આ મામલે તેમની પત્ની સુનિતા આહુજાએ નિવેદન આપ્યું છે જે ઘણું ચર્ચામાં છે.
ગોવિંદાને જ્યારે ગોળી વાગી હતી ત્યારે તેમની પત્ની કોલકાતા ગઇ હતી. જેવા તેમને ગોવિંદાના સમાચાર મળ્યા કે તરત તેઓ મુંબઇ આવવા રવાના થઇ ગયા હતા.
એ સમયે તમામ મોટા સ્ટાર્સ ગોવિંદાની ખબર કાઢવા હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ ગોવિંદાને જોવા માટે હૉસ્પિટલમાં ગઇ હતી અને તેણે મજાકમાં ગોવિંદાને સવાલ પૂછ્યો હતો કે જ્યારે ગોળી ચલાવવામાં આવી ત્યારે સુનિતા તો ઘરે નહોતી તો પછી તેને પગમાં ગોળી કોણે મારી? શિલ્પા શેટ્ટીની આ મજાકનો ગવે સુનિતાએ તેના ખાસ અંદાજમાં જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: પતિ, પત્ની અને વોઃ સુનીતાએ ગોવિંદા સાથેના સંબંધો અંગે કર્યાં ખુલાસા
હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ જણાવ્યું હતું કે, ,એ સમયે મેં શિલ્પાને એમ કહ્યું હતું કે, ‘મેં જો ગોવિંદાને ગોળી મારી હોત તો તે પગમાં નહીં પણ સીધી છાતી પર જ મારી હોત. હું કામ તમામ કરવામાં જ માનું છું. આવું અધુરું કામ હું શા માટે કરું?’ સુનિતાએ જોકે, એમ પણ જણાવ્યું હતું કે, ‘જ્યારે ગોવિંદાને પગમાં ગોળી લાગી ત્યારે તે કોલકાતામાં દુર્ગા પૂજા માટે મંદિરમાં ગઇ હતી. એ સમયે તે સામાન્ય રીતે ફોન નથી ઉપાડતી હોતી. ગોવિંદા પણ કોલકાતા આવવાનો હતો. જ્યારે તેને ઘરેથી ફોન આવ્યો ત્યારે તે મંદિરમાં હોવાથી ફોનનો જવાબ આપી શકી નહોતી, પણ જ્યારે ડ્રાઇવરે તેમને બે વાર ફોન કર્યો ત્યારે તે ગભરાઇ ગઇ હતી. તેને લાગ્યું હતું કે કંઇક થયું હશે, એટલે ગોવિંદાએ જ ફોન કરવા કહ્યું હશે.
સુનિતાએ જણાવ્યું કે જ્યારે તે ગોવિંદા પાસે પહોંચી ત્યારે પણ તેણે પહેલો સવાલ એ જ કર્યો હતો કે, ‘શા માટે તેણે તેની જાતને ગોળી મારી? અને ગોળી મારી તો મારી પણ આવી ખોટી જગા પર ગોળી કેમ મારી?’ ગોવિંદાએ તેને સામો સવાલ કર્યો હતો કે, “આજે તો તને ઘણી ખુશી થઇ હશે ને!’ ત્યારે સુનિતાએ જવાબ આપ્યો હતો કે, “તને છાતીમાં ગોળી વાગી હોત તો હું બહુ ખુશ થઇ હોત.”
આ પણ વાંચો: ગોવિંદાને અકસ્માતે ગોળી વાગી હોવાની થિયરી પર પોલીસને શંકા
જોકે, ગોવિંદાને જ્યારે ગોળી વાગી ત્યારે ઘરમાં તેમની દીકરી તેમનો નોકર, ડ્રાઇવર હતા. દીકરી ટીના ફ્લેટમાં સૂતી હતી અને ગોવિંદા બંગલામાં હતો. સુનિતાએ ટીનાને ફોન કર્યો અને ટીના તરત જ હૉસ્પિટલ જવા નીકળી ગઇ હતી. સુનિતા પણ ફોન પર સતત અપડેટ્સ લેતી હતી.
મજાકને એક બાજુ પર રાખીએ તો જ્યારે અકસ્માતની ખબર પડી ત્યારે સુનિતા ઘણી જ નર્વસ હતી અને તેણે ગોવિંદાનું ઘણું જ ધ્યાન રાખ્યું હતું.