મનોરંજન

છૂટાછેડાના અહેવાલ વચ્ચે ગોવિંદાના પરિવારનું નિવેદન, સુનીતાએ મોકલી છે સેપરેશન નોટિસ

મુંબઈઃ અભિનેતા ગોવિંદાએ 1987માં સુનીતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને વચ્ચે છેલ્લા થોડા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો છે. ગોવિંદાનું એક અભિનેત્રી સાથે અફેર હોવાના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન ગોવિંદાના પરિવાર તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમના પરિવારે કહ્યું કે, સુનીતાએ થોડા મહિના પહેલા સેપરેશન નોટિસ મોકલી હતી. પરંતુ આ પછી કોઈ મૂવમેન્ટ નથી.

આ અંગે જ્યારે ગોવિંદાને વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું, હાલ માત્ર બિઝનેસને લઈ વાત ચાલી રહી છે…હું મારી ફિલ્મ શરૂ કરવાના પ્રયાસમાં છું. સુનીતાએ આ અહેવાલ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ ઉપરાંત ગોવિંદાની મેનેજર શશિ સિંહાએ કહ્યું, પરિવારના કેટલાક સભ્યોએ નિવેદન આપ્યા હતા. જેના કારણે ગોવિંદા અને સુનીતા વચ્ચે મતભેદ થયા છે. તેનાથી વધારે બીજું કંઈ નથી. ગોવિંદા એક ફિલ્મ શરૂ કરવાની પ્રોસેસમાં છે, જેના માટે કલાકારો અમારી ઓફિસમાં આવી રહ્યા છે. અમે તેને ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનીતાના અંગત જીવનને લઈ એક પોસ્ટ વાઇરલ થઈ હતી. આ પોસ્ટમાં ગોવિંદા અને સુનીતા છૂટાછેડા લઈ રહ્યા હોવાનું લખવામાં આવ્યું હતું. ગોવિંદાનું 30 વર્ષની એક અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું છે. સુનિતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે મોટાભાગે અલગ રહે છે. સુનિતા તેના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. ગોવિંદા ફ્લેટની સામેના બંગલામાં રહે છે.

આ પણ વાંચો…રવિના ટંડને દીકરી રાશા સાથે સંગમમાં લગાવી ડૂબકી, તસવીરો વાઈરલ

આ સિવાય સુનિતાએ કહ્યું હતું કે, ‘ક્યારેય કોઈ પણ પુરુષ પર વિશ્વાસ ન કરો.’ લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થયા છે. પહેલાં હું ક્યારેય ક્યાંય જતી નહોતી. હું પહેલા ખૂબ જ સુરક્ષિત હતી પણ હવે નહીં નથી. 60 વર્ષ પછી લોકો વૃદ્ધ થઈ જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂરા કર્યા છે. કોણ જાણે શું કરી રહ્યો છે. મેં ગોવિંદાને કહ્યું કે તું હવે 60 વર્ષનો થઈ ગયો છે, ગાંડા જેવું વર્તન ના કર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button