ગોવિંદા લેશે છૂટાછેડા, સુનીતા આહુજા સાથે 37 વર્ષના લગ્ન જીવનનો આવશે અંત
ગોવિંદાનું એક અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું હોવાનો મીડિયા રિપોર્ટમાં થયો છે દાવો

મુંબઈઃ બોલિવુડ સ્ટાર ગોવિંદાએ તેની શાનદાર એક્ટિંગ અને ડાન્સિંગ ટેલેન્ટથી એક ખાસ સ્થાન બનાવ્યું છે. હાલ તે તેના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. ગોવિંદા તેના લગ્નનના 37 વર્ષ બાદ પત્ની સુનીતા આહુજા સાથે છૂટાછેડા લઈ રહ્યો છે. રિપોર્ટમાં કરવામા આવેલા દાવા મુજબ, ગોવિંદાનું એક અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું છે અને તેમના છૂટાછેડા ફાઈનલ સ્ટેજમાં છે.
અહેવાલ મુજબ, ગોવિંદાનું 30 વર્ષની એક મરાઠી અભિનેત્રી સાથે અફેર ચાલી રહ્યું છે. ગોવિંદાની પત્ની સુનીતાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં તેના અફેરને લઈ હિંટ આપતાં કહ્યું હતું કે, તેઓ બંને અલગ અલગ ઘરમાં રહે છે. જોકે ગોવિંદા અને સુનીતા તરફથી છૂટાછેડા અને અફેર અંગે કંઈ સત્તાવાર રિએક્શન આવ્યું નથી.
એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોવિંદા તેની પત્ની સુનિતા આહુજાથી છૂટાછેડા લેવા જઈ રહ્યો છે. સુનિતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે મોટાભાગે અલગ રહે છે. સુનિતા તેના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. ગોવિંદા ફ્લેટની સામેના બંગલામાં રહે છે.
આ સિવાય સુનિતાએ કહ્યું હતું કે, ‘ક્યારેય કોઈ પણ પુરુષ પર વિશ્વાસ ન કરો.’ લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થયા છે. પહેલાં હું ક્યારેય ક્યાંય જતી નહોતી. હું પહેલા ખૂબ જ સુરક્ષિત હતી પણ હવે નહીં નથી. 60 વર્ષ પછી લોકો વૃદ્ધ થઈ જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂરા કર્યા છે. કોણ જાણે શું કરી રહ્યો છે. મેં ગોવિંદાને કહ્યું કે તું હવે 60 વર્ષનો થઈ ગયો છે, ગાંડા જેવું વર્તન ના કર.
આ પણ વાંચો…Mahakumbh: કેટરિના કૈફે પણ ત્રિવેણી સંગમ ખાતે કર્યું સ્નાન, તસવીરો વાઈરલ…
ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987 માં થયા હતા. બંનેના લગ્ન ખૂબ જ નાની ઉંમરે થયા હતા. તે સમયે સુનિતા માત્ર 18 વર્ષની હતી. આ લગ્નથી સુનિતા અને ગોવિંદાને બે બાળકો ટીના અને યશવર્ધન છે.
એક સમયે ગોવિંદા અને નીલમના અફેરની વાતો પણ વહેતી થઈ હતી. અહેવાલ મુજબ, ગોવિંદા અને સુનીતા ગ્રે ડિવોર્સ લેશે.