શું સાચે 38 વર્ષના લગ્ન તોડીને પત્નીથી અલગ થશે આ સુપરસ્ટાર, દીકરીની પોસ્ટથી ખળભળાટ…

બોલીવૂડના રાજાભૈયા તરીકે ઓળખાતા સુપરસ્ટાર ગોવિંદા અને તેમના પત્ની સુનિતા આહુજા છેલ્લાં કેટલાક સમયથી પર્સનલ લાઈફને કારણે લાઈમલાઈટમાં આવી રહ્યા છે.
ફરી એક વખત સુનિતા અને ગોવિંદા ડિવોર્સ લઈ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક્ટરની દીકરીએ કરેલી પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું લખ્યું છે પોસ્ટમાં-
સુનિતા આહુજા અને ગોવિંદાના લગ્નજીવનને 38 વર્ષ થઈ ગયા છે, પરંતુ હવે આ કપલ અલગ થવા જઈ રહ્યું છે એવા દાવા કરતાં અહેવાલો સામે આવી રહ્યા છે.
એટલું જ નહીં અનેક અહેવાલોમાં તે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સુનિતાએ ડિવોર્સની અરજી મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં દાખલ કરી છે. સુનિતાએ ગોવિંદા સામે અફેયર, અત્યાચાર અને એકલા મૂકી દેવાના આક્ષેપો કર્યા છે.
જોકે, જોવાની વાત એ છે કે આ મામલે હજી સુધી ગોવિંદા કે સુનિતા દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. છેલ્લાં કેટલાક સમયથી પોડકાસ્ટ, ઈન્ટરવ્યુ અને વ્લોગમાં સુનિતા ડિવોર્સની અફવાઓનું ખંડન પણ કરતી જોવા મળે છે.

આ બધા વચ્ચે કપલની દીકરી ટીના આહુજાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ટીનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ફોટો શેર કર્યો છે અને તેમાં તે જિમમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
ફોટોની ઉપર ટીનાએ તે ચંદીગઢમાં છે એવું પણ જણાવ્યું છે. ટીના સિવાય ગોવિંદાના દીકરા યશવર્ધને પણ એક ફોટો શેર કર્યો છે જેમાં ઘરમાં કોઈ પૂજા થઈ હોય એવું દેખાઈ રહ્યું છે.
ગોવિંદા અને સુનિતાના ડિવોર્સની અફવાઓ વચ્ચે સંતાનોની આ પોસ્ટ ફેન્સને કન્ફ્યુઝ કરી રહી છે. સુનિતા આહુજા અને ગોવિંદાના ડિવોર્સની વાતો 2025ની શરૂઆતથી આવી રહી છે.
જોકે, સુનિતાએ દરેક વખતે એવી સ્પષ્ટતા કરી છે કે કંઈ પણ થઈ જાય પણ તેઓ પતિ ગોવિંદાનો સાથ ક્યારેય નહીં છોડે.
આ પણ વાંચો…ગોવિંદા-સુનિતાના સંબંધોનો અંત? સુનિતા આહુજાએ છૂટાછેડા માટે અરજી કરી