ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો સ્ફોટક ખુલાસો, વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર
મનોરંજન

ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો સ્ફોટક ખુલાસો, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક એવી ઈન્ડસ્ટ્રી છે કે અહીં દિવસે નહીં એટલા રાતે સંબંધો બદલાય છે અને આવું જ એક કપલ છે કે જે ડિવોર્સને કારણે હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે. આ કપલ એટલે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજા. છેલ્લાં કેટલાક સમયથી આ કપલ 38 વર્ષના લગ્નજીવનનો અંત લાવવા જઈ રહ્યું છે, પણ એવું નથી. હવે આ બાબતે સુનિતા આહુજાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુનિતાનું આ રિએક્શન જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે સુનિતાનો ખુલાસો-

સુનિતા આહુજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ગોવિંદા અને તેમના સંબંધોને લઈને ચોંકાવનારો ખુલાસો કરે છે. સુનિતાના વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુનિતા મીડિયાને એવું કહી રહ્યા છે કે આજે મીડિયાના મોઢા પર તમાચો નથી પડ્યો અમને સાથે જોઈને? જ્યાં સુધી અમે કંઈ કહેતાં નથી ત્યાં સુધી પ્લીઝ મનઘડંત વાતો કરવાનું બંધ કરો.

તેમણે આગળ એવું પણ જણાવ્યું હતું કે પેલી ફિલ્મ હતી ને મેરા પતિ સિર્ફ મેરા હૈ… કોઈ અમને અલગ નહીં કરી શકે. મારો ગોવિંદા ખાલી મારો જ છે. ઉપરથી ભગવાન કે કોઈ પણ વ્યક્તિ અમને અલગ નહીં કરી શકે. જો અમારી વચ્ચે કંઈ હોત તો અમે આટલા ક્લોઝ ક્લોઝ આવ્યા હોત કે? જ્યાં સુધી અમે મોઢુ ના ખોલીએ ત્યાં સુધી તમે લોકો કંઈ પણ ના બોલો.

આ સિવાય સુનિતા આહુજાનો એક બીજો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ પેપ્ઝને ગોવિંદા સાથે પોઝ આપી રહ્યા છે. એટલું જ નહીં પેપ્ઝમાંથી કોઈ સુનિતાને કોન્ટ્રોવર્સી અંગે પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ પેપ્ઝને પૂછે છે કે તમે અહીંયા બાપ્પાના દર્શન કરવા માટે આવ્યા છો કે પછી આ બધું જાણવા માટે…

અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનિતા આહુજાના ઘરે બાપ્પાનું આગમન થયું છે અને ડિવોર્સની અફવાઓ વચ્ચે બંને જણનું આ રીતે સાથે જોવા મળવું એ ફેન્સ માટે કન્ફ્યુઝન પેદા કરી રહ્યું છે.

આપણ વાંચો:  સિદ્ધાર્થ-જ્હાનવીની ‘પરમ સુંદરી’ રિલીઝ માટે તૈયાર, એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button