મનોરંજન

ગોવિંદાએ 37 વર્ષ બાદ ફરીથી કર્યા લગ્ન

માધુરી દિક્ષીત, સુનીલ શેટ્ટી બન્યા આ ખાસ પળના સાક્ષી

બોલિવૂડના જાણીતા અને પ્રભાવશાળી અભિનેતા ગોવિંદાએ તેમના લગ્નના 37 વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા છે. તેમના આ ખાસ પ્રસંગમાં ટેલેન્ટેડ અભિનેત્રી માધુરી દિક્ષીત અને અન્ના સુનિલ શેટ્ટી પણ હાજર હતા. હવે તમને એવો સવાલ થશે કે ગોવિંદાએ કોની સાથે લગ્ન કર્યા. તો ચાલો અમે તમને એ જણાવીએ.

બોલિવૂડમાં પોતાની કોમિક ટાઇમિંગથી લોકોને હસાવનાર અને અદભૂત ડાન્સ મુવ્સ માટે જાણીતા ગોવિંદા હાલમાં ભલે સિનામાના પર્દાથી દૂર હોય પણ ક્યારેક ક્યારેક તેઓ નાના પડદે દેખઆઇ જતા હોય છે અને લોકોનું મનોરંજન કરતા હોય છે. તેમની ફેન ફોલોઇંગ આજે પણ અકબંધ છે. લોકો આજે પણ તેમને જોવાનું પસંદ કરે છે.


તાજેતરમાં જ તેમણે કંઇક એવું કર્યું કે બધાનું તેમની પર ધ્યાન ગયું છે. અભિનેતાએ તેમના લગ્નના 37 વર્ષ બાદ ટીવીના પડદા પર ફરીથી લગ્ન કર્યા છે. અભિનેત્રી માધુરી દીક્ષિત અને અભિનેતા સુનીલ શેટ્ટી આ ખાસ પળના સાક્ષી બન્યા છે. હવે અમે તમને જણાવીએ કે ગોવિંદાએ શા માટે ફરીથી લગ્ન કર્યા, કોની સાથે અને ક્યાં કર્યા.


હાલમાં ટીવી પર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ ચાલી રહ્યો છે. આ શોના હોસ્ટ તરીકે માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી છે. હાલમાં ગોવિંદા પણ આ શોના મહેમાન બન્યા હતા અને શોના સ્પેશિયલ એપિસોડમાં ભાગ લીધો હતો. આ શોમાં જ તેમણે 37 વર્ષની જીવનસાથી એટલે કે તેમની પત્ની સાથે જ કાર્યક્રમના સેટ પર ફરીથી લગ્ન કર્યા હતા. આનો વીડિયો પણ આવ્યો છે, જેમાં ગોવિંદાની પત્ની જણાવે છે કે તેમની પાસે લગ્નની કોઇ તસવીર પણ નથી. એના જવાબમાં માધુરી કહે છે કે ફોટો નથી તો કોઇ વાંધો નહીં, પણ તેમની પાસે ડાન્સ દિવાને પરિવાર છે.

દુલ્હા-દુલ્હન હાજર છે. તો સેટ પર જ લગ્ન કરાવી દઇએ. ત્યાર બાદ માધુરી અને સુનિલ શેટ્ટી ગોવિંદા અને સુનિતાને વરમાળા આપે છે અને ગોવિંદા અને સુનિતા એકબીજાને વરમાળા પહેરાવી ફરીથી મેરેજ કરે છે.

ઘણા વર્ષ પહેલા સિમી ગરેવાલના શોમાં ગોવિંદા આવ્યો હતો. સિમી સાથેની વાતચીત દરમિયાન ગોવિંદાએ જણાવ્યું હતું કે તેના કાકાના લગ્નમાં સુનિતા સાથે મુલાકાત થઇ હતી. ગોવિંદાના કાકા અને સુનિતાની બહેનના લગ્ન થયા હતા. ત્યાર બાદ બંને પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા, પરંતુ લગ્ન પછીનો સમય ટેન્શન ભરેલો રહ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button