છૂટાછેડા અને અફેરની વાતો વચ્ચે ગોવિંદાએ કરવાચોથ નિમિત્તે પત્નીને આપી આટલી કિંમતી ભેટ | મુંબઈ સમાચાર
મનોરંજન

છૂટાછેડા અને અફેરની વાતો વચ્ચે ગોવિંદાએ કરવાચોથ નિમિત્તે પત્નીને આપી આટલી કિંમતી ભેટ

પતિ-પત્ની વચ્ચે કેવા સંબંધો છે, તે કોઈ જાણી શકતું નથી. ખાસ કરીને સેલિબ્રિટી કપલ્સના સંબંધો મામલે જે વાતો બહાર આવતી હોય છે, તે મોટેભાગે ખોટી ઠરતી હોય છે. આજકાલ એકાદ સોશિયલ મીડિયા પોસ્ટ કે ફોટો પણ અફવાઓનું બજાર ગરમ કરી દે છે. લગભગ એકાદ મહિના પહેલા બોલીવૂડના હીરો નંબર વન રહી ચૂકેલા ગોવિંદા અને પત્ની સુનીતાના સંબંધો મામલે આવી જ વાતો બહાર આવી હતી. બન્ને વચ્ચે તિરાડ પડી છે અને છૂટાછેડાની નોટિસ આવી ગઈ છે, તેવા અહેવાલોએ ભારે ચર્ચા જગાવી હતી. આ સાથે ગોવિંદાનો કોઈ મરાઠી અભિનેત્રી સાથે એફેર છે અને તે બન્નેના છૂટાછેડાનું કારણ હોવાનું પણ બહાર આવ્યું હતું. લોકોની નજર સતત આ કપલ પર રહેતી હતી, પરંતુ ગોવિંદાએ બધાને ચૂપ કરી દીધા છે.

આ પણ વાંચો: ગોવિંદાની પત્ની સુનિતા સાથે ફલર્ટ કરતો દેખાયો આ અભિનેતા, ઉંમરનો તફાવત જોઈને તો..

પંજાબ અને ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં કરવાચોથનું મહત્વ બહુ છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી આ બોલીવૂડનો ફેવરિટ તહેવાર બની ગયો છે. બોલીવૂડ સેલિબ્રિટીઝ સાથે હવે લગભગ બધા રાજ્યોમાં સ્ત્રીઓ આ તહેવાર ઉજવે છે. તેની પહેલેથી તૈયારી થાય છે. આખો દિવસ ભૂખ્યા રહ્યા બાદ રાત્રે ચાંદ નીકળે ત્યારે વચ્ચે ચારણી રાખી પતિનો ચહેરો જોઈ, પતિના હાથે પાણી પીને જ વ્રત ખોલે છે અને તે વ્રત ખોલે ત્યારે પતિ તેને ગિફ્ટ આપે છે.

આ ગિફ્ટે ગોવિંદા અને સુનીતા વચ્ચેના ખટરાગના સમાચારોને હાલ પૂરતા તો શાંત કરી દીધા છે. સુનીતાએ કરવાચોથ નિમિત્તે ગોવિંદાએ આપેલી ગિફ્ટ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ગોવિંદાએ જેવી તેવી નહીં પણ એક સોનાનો ભારેખમ હાર ગિફ્ટમાં આપ્યો છે. હાર તમે જોશો તો દસેક તોલાનો હશે તેમ લાગે છે. સુનીતાનું ગળુ આખું સોનાથી લદાયેલું છે, અને ગ્રીન કોસ્ચ્યુમમાં સુનીતા મસ્ત લાગી રહી છે.

આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..!ગોવિંદાના ઘીના ઠામમાં ઘી?

સુનીતાએ થોડા સમય પહેલા યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી છે. તે વ્લોગ પોસ્ટ કરે છે. ગોવિંદા અને સુનીતાનું 33 વર્ષનું લગ્નજીવન છે. બન્નેને બે યુવાનવયના સંતાનો છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button