મનોરંજન

સારા ઑપનિંગ છતાં દેવા અને સ્કાય ફોર્સ લાંબુ ટકી શકશે નહીં

બોક્સ ઓફિસ પર પહેલા બીજા દિવસે સારું કલેક્શન મેળવ્યા બાદ ઘણી ફિલ્મો બીજા વીક એન્ડ સુધી પહોંચી શકતી નથી. જાન્યુઆરી મહિનામાં એક પણ ફિલ્મ એવી આવી નથી જે બૉક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી હોય. અક્ષય કુમારની સ્કાય ફોર્સને 26મી જાન્યુઆરી અને થિયેટરોમાં બીજી સારી ફિલ્મો ન હોવાનો લાબ મળ્યો હોવાથી તેણે બે વીક સક્સેસફુલી કાઢ્યા છે પરંતુ સોમવારે તેનું કલેક્શન પણ નીચે ગયું છે.

એક મીડિયા અહેવાલ અનુસાર Devaએ પહેલા દિવસે રૂ. 5.5 કરોડની ઑપનિંગ સાથે સારી શરૂઆત કરી હતી. ફિલ્મનો રિવ્યુ ખાસ સારો નથી, પરંતુ શાહિદ કપૂરના દમદાર પર્ફોમન્સને કારણે ફિલ્મ દર્શકો ખેંચી લાવી હતી. બીજા અને ત્રીજા દિવસે એટલે કે શનિ અને રવિવારે ફિલ્મે 6.4 કરોડ અને 7.25 કરોડનું કલેક્શન કર્યું છે. સોમવારે ફિલ્મ ઠંડી પડી અને માત્ર 2.50 કરોડ કલેક્ટ કરી શકી છે. સોમવારે વર્કિંગ ડે હોવાનું કારણ જવાબદાર હોઈ શકે, પરંતુ પુષ્પા-2 જેવી ફિલ્મોને વીક ડેઝ નડતા નથી. મહિલાઓ સહિતનો મોટો વર્ગ વર્કિંગ ડેમાં ફિલ્મો જોવાનું પસંદ કરે છે. સોમવાર સહિતના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મએ માત્ર રૂ. 21.65 કરોડ સુધી પહોંચી છે.

આ પણ વાંચો…વેબસાઈટ પરના નકલી વીડિયો હજુ નહીં હટાવાતા આરાધ્યા બચ્ચને ફરી કોર્ટમાં કરી અરજી

જોકે બીજી બાજુ સ્કાય ફોર્સ પણ ઉડવાને બદલે નીચે આવી ગઈ છે. સોમવારે અક્ષયની વૉર ફિલ્મનું કલેક્શન દેવા કરતા પણ ઓછું રૂ. 1.35 કરોડ સુધી પહોંચી ગયું હતું. જોકે અક્ષયની Sky Forceએ 11 દિવસમાં 100 કરોડનું કલેક્શન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button