Golmaal 5ની રિલીઝ મુદ્દે કરવામાં આવ્યો મોટો ખુલાસો
મુંબઈ: બૉલીવૂડની સૌથી જાણીતી અને સફળ ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘ગોલમાલ’ને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ફ્રેંચાઈઝીની છેલ્લી ફિલ્મ ગોલમાલ અગેનને રિલીઝ થઈને છ વર્ષ કરતાં વધુનો સમય વીતી ગયો છે, જેથી લોકો ફિલ્મના પાંચમાં ભાગની રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મના પાંચમાં ભાગના રિલીઝને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે.
‘ગોલમાલ’ ફિલ્મમાં જોવા મળેલા અભિનેતા શ્રેયસે આ ખુલાસો કર્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રેયસે કહ્યું હતું કે ‘ગોલમાલ ફાઇવ’ 2025 સુધી થિયેટરમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મની શૂટિંગ 2025માં શરૂ થવાનું છે અને ફિલ્મને 2025ની દિવાળીમાં રિલીઝ કરવામાં આવી શકે છે એવું શ્રેયસે જણાવ્યું હતું.
શ્રેયસ તલપડેએ આગળ જણાવતા ખુલાસો કર્યો હતો આ ફિલ્મની શૂટિંગને લઈને રોહિત શેટ્ટી અને અજય દેવગન સાથે કોવિડ-19 પહેલા ચર્ચા કરવામાં આવી હતી. જોકે કોવિડ મહામારીને લીધે ફિલ્મની શૂટિંગનો પ્લાન કેન્સલ કરવામાં આવ્યો હતો, પણ મને આશા છે કે આગામી વર્ષે ફિલ્મની શૂટિંગ શરૂ થશે અને દર્શકોને આ ફિલ્મ ફ્રેંચાઈઝીનો પાંચમો ભાગ જોવા મળશે. શ્રેયસ તલપડેના આ નિવેદન બાદ ચાહકોમાં ફિલ્મના પાંચમાં ભાગને લઈને એકસાઈટમેન્ટ વધી ગઈ છે.
આ ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધીમાં ‘ગોલમાલ’, ‘ગોલમાલ રિટર્ન્સ’, ‘ગોલમાલ 3’ અને ‘ગોલમાલ અગેન’ આમ ચાર ફિલ્મ આવી ચૂકી છે. રોહિત શેટ્ટી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ચારેય ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી.