ઇન્ટરનેશનલમનોરંજન

Golden Globes 2024: ફિલ્મ ‘Oppenheimer’ એ મારી બાજી

લોસ એન્જેલસઃ લ્ડન ગ્લોબ એવોર્ડ એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. 7મી જાન્યુઆરી (8મી જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર સવારે 6:30 કલાકે) અમેરિકાના કેલિફોર્નિયામાં 81મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 81મી આવૃત્તિને અમેરિકન સ્ટેન્ડ-અપ કોમેડિયન જો કોય તેને હોસ્ટ કરી રહ્યા હતા.

આ વર્ષે બહુચર્ચિત ફિલ્મો ઓપેનહેમર , બીફ અને બાર્બીની બોલબાલા રહી હતી. ફિલ્મ બાર્બીએ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024માં 9 કેટેગરીમાં સૌથી વધુ નામાંકન મેળવ્યા હતા. આ સિવાય ઓપેનહેઇમરને 8 કેટેગરીમાં અને લિયોનાર્ડો ડી કેપ્રિયોની ફિલ્મ કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂનને 7 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી. આવો, જોઈએ કે કોને કઈ શ્રેણીમાં એવોર્ડ મળ્યોતે જાણીએ.


ક્રિસ્ટોફર નોલાન દિગ્દર્શિત ઓપેનહાઇમરે બેસ્ટ ફિલ્મ-ડ્રામાનું ટાઇટલ જીત્યું હતું. લિલી ગ્લેડસ્ટોનને કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. સીલિયન મર્ફીને ઓપેનહેઇમર માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. હોલીવુડ અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને ફિલ્મ ઓપેનહેઇમર માટે Best Supporting Male Actor Awardમળ્યો છે.


સારાહ સ્નૂકને Succession ટીવી સિરિઝ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. કોમેડિયન અને અભિનેત્રી અલી વોંગે ફિલ્મ ‘બીફ’ માટે લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા ટેલિવિઝન માટે બનાવેલ મોશન પિક્ચરમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ જીતનારી તે એશિયન મૂળની પ્રથમ અભિનેત્રી બની છે.


The Bear (FX)ને શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ટેલિવિઝન લિમિટેડ સિરીઝમાં બીફ (Netflix) ને એવોર્ડ મળ્યો છે. ફિલ્મ બાર્બી (વોર્નર બ્રધર્સ પિક્ચર્સ) ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ સિનેમેટિક અને બોક્સ ઓફિસ અચીવમેન્ટ માટે એવોર્ડ મળ્યો છે. સોંગ What Was I Made For?- Barbie ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે.


Best Performance by a Female Actor in a Motion Picture – Musical or Comedy માટે એમ્મા સ્ટોનને ‘પુઅર થિંગ્સ’ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે.


Best Motion Picture – Animated કેટેગરીમાં The Boy and The Heron (Gkids)ને એવોર્ડ મળ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button