મનોરંજન

બોલો, ઓસ્કાર જીતનારી ફિલ્મ ભારતમાં શા માટે રિલીઝ થઈ શકી નહીં?

મુંબઈ: સોમવારે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં અનેક ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસે એવોર્ડ જીત્યા હતા, પણ તેમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી એ ‘ઓપનહાઇમર’ આ ફિલ્મે સૌથી વધુ એવોર્ડ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ‘ઓપનહાઇમર’ની સાથે વધુ એક ફિલ્મ એવી હતી જેણે પોતાની ઓળખ બનાવી હતી. આ ફિલ્મે વિઝ્યુઅલ ઈફેક્ટ (VFX) કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે ભલે ઓસ્કાર જીત્યો હોય ભારતમાં દર્શકોને આ ફિલ્મ મોટા પડદા પર જોવા મળવાની નથી.

ઓસ્કાર એવોર્ડમાં વીએફએક્સ માટે એવોર્ડ જીતનારી એક જાપાનીઝ ફિલ્મ હતી. આ ફિલ્મ એક પ્રખ્યાત કેરેક્ટર ગોડ ઝિલ્લા પર આધારિત હતી. ‘ગોડ ઝિલ્લા માઇનસ વન’ આ ફિલ્મે બાકીની ફિલ્મોને પાછળ મૂકીને ઓસ્કારમાં જીત મેળવી હતી. આ ફિલ્મે જાપાન સાથે આખી દુનિયામાં ધૂમ મચાવી હતી સાથે મબલખ કમાણી પણ કરી હતી. ‘ગોડ ઝિલ્લા માઇનસ વન’ આ ફિલ્મની વાર્તા અને પ્લોટે લોકોને અકર્ષ્યા હતા.

‘ગોડ ઝિલ્લા માઇનસ વન’ આ ફિલ્મને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચતા. આ ફિલ્મ ભારતમાં કેમ નથી રીલીઝ થઈ એવો પ્રશ્ન તમારા મનમાં હશે. જોકે એક અહેવાલ મુજબ ‘ગોડ ઝિલ્લા માઇનસ વન’ના મેકર્સ દ્વારા ફિલ્મને ભારતમાં રિલીઝ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ ભારતના મલ્ટિપ્લેક્સ જાયન્ટ દ્વારા ડીલ ન થવાથી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવામાં નહોતી આવી.

વીએફએક્સ કેટેગરીમાં ઓસ્કાર જીતેલી ફિલ્મ ગોડ ઝિલ્લા માઇનસ વન’ આ ફિલ્મ એક જાપાનીઝ ફિલ્મ હતી જેથી માત્ર ઓછા લોકો ફિલ્મને જોવા આવશે એવા ભયથી ફિલ્મની કમાણીના ડિસ્ટ્રિબ્યુશનને લઈને મેકર્સ અને મલ્ટિપ્લેક્સ માલિકો વચ્ચે કરાર ન થતાં આ ફિલ્મને હવે માત્ર ઓટીટી પ્લેટફોર્મ પર જ ભારતના લોકોને જોવા મળે એવી આશા છે.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker