સોનાક્ષી સિન્હાએ પરિવાર સાથે નવા ઘરમાં મનાવી દિવાળીઃ જુઓ તસવીરો | મુંબઈ સમાચાર
મનોરંજન

સોનાક્ષી સિન્હાએ પરિવાર સાથે નવા ઘરમાં મનાવી દિવાળીઃ જુઓ તસવીરો

અભિનેત્રી સોનાક્ષી સિન્હા માટે આ દિવાળી ખાસ સાબિત થઈ છે. અભિનેત્રીએ પોતાના નવા આલિશાન ઘરમાં દિવાળી બનાવી છે. ખૂબ પૉશ એવા આ ફ્લેટમાં ખૂબ જ સુંદર સાજસજાવટ સાથે અભિનેત્રી અને તેનો પરિવાર રહેવા આવ્યો છે.
સોનાક્ષી અને ઝહીર ઈકબાલે આ ઘર લગ્ન બાદ લીધું હતું, પરંતુ તેના રિનોવેશન અને ઈન્ટિરિયરમાં સમય લાગ્યો અને હવે દિવાળીના દિવસોમાં પરિવાર અહી રહેવા આવ્યો છે.

સોનાક્ષીએ ઘરના ઘણા ફોટા શેર કર્યા છે. આખું શહેર દેખાઈ તેવી બાલ્કની બતાવી છે. ડાયનિંગ સ્પેસ પાસે સુંદર સજાવટ પણ દેખાય છે.

ઘર કરતા સુંદર દેખાઈ રહ્યું છે પરિવારનું બોન્ડિંગ. સોનાક્ષીએ સાસુ-સસરા અને નણંદ સાથેના સુંદર પિક્ચર્સ શેર કર્યા છે. આ સાથે પતિ ઝહીર સાથે તે એકદમ મસ્તીના મૂડમાં છે. સોનાક્ષીએ ફોટો શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે ઘરે આવ્યા હોય તેમ લાગે છે.

ફોટામાં અભિનેત્રી ફ્રેન્ડ્સ સાથે પણ મસ્તી કરતી જોવા મળે છે.
બ્લુ કલરના વન પીસ અને લાંબા ગોલ્ડન ઈયરિંગ્સ સાથે સોનાક્ષી મસ્ત લાગી રહી છે. જોકે નવા ઘરમાં માતા-પિતા શત્રુધ્ન સિન્હા અને પૂનમ આવ્યા કે નહીં તે ખબર નથી. અભિનેત્રીના લગ્ન સમયે પરિવાર નારાજ હોવાની વાતો ખૂબ જ વહેતી થઈ હતી. ખાસ કરીને ભાઈ લવકુશ ઘણા નારાજ હોવાનું બહાર આવ્યું હતું. જે હોય તે અભિનેત્રીએ પોતાનો જીવનસાથી ખુદ પસંદ કર્યો છે અને હવે નવા ઘરમાં પગલાં પણ કર્યા છે તો આપણે તેને અભિનંદન આપી દઈએ.

આપણ વાંચો:  Birthday Special: 52ની ઉંમરે પણ 25ની લાગે છે આ બોલીવૂડ એક્ટ્રેસ, સલમાન ખાન સાથે છે ખાસ સંબંધ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button