મુંબઈના રસ્તા પર ટોવેલ પહેરીને નીકળી પડી યુવતી અને પછી જે થયું એ…
મુંબઈઃ સોશિયલ મીડિયાના આજના જમાનામાં લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે અને આવું જ કંઈક હાલમાં મુંબઈના રસ્તા પર જોવા મળ્યું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક યુવતી મુંબઈના રસ્તા પર ટોવેલ પહેરીની ફરી રહી હતી અને અચાનક જ તેણે ભીડની પોતાનો ટોવેલ ખોલી દીધો હતો અને પછી જે થયું એ જોઈને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા.
વાત જાણે એમ છે કે આ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતી એક ફેશન બ્રાન્ડની કોન્ટેસ્ટની વિનર તનુમિતા ઘોષ છે. હાલમાં જ તનુમિતાએ પોતાના સાહસિક એક્શનને કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં તનુમિતા એકદમ કોન્ફિડન્સ સાથે પિંક કલરનો ટોવેલ પહેરીને મુંબઈના રસ્તા પર ચાલતી જોવા મળી હતી. આ વીડિયો જોઈને એવું જ લાગે છે કે તનુમિતા શાવર લઈને જ રસ્તા પર નીકળી પડી છે.
ફૂટેજમાં તનુમિતા રસ્તા પર ટોવેલ પહેરીને ચાલતી, બેસતી અને અહીંયા ત્યાં લટાર મારતી જોવા મળી રહી છે અને એના બેકગ્રાઉન્ડમાં તૌબા તૌબા ગીત વાગી રહ્યું છે. મજાકિયામાં અંદાજમાં મુંબઈમાં લોકો એના આ રૂપને જોઈને તૌબા તૌબા કહી શકે છે.
વીડિયોમાં આગળ જોવા મળે છે કે અચાનક જ તે પોતાનું ટોવેલ ઉતારીને ફેંકે છે આ જોઈને આસપાસના લોકો ચોંકી ઉઠે છે. પણ આશ્ચર્ય વચ્ચે તનુમિતાએ આ ટોવેલની નીચે નિયોન કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો એના કલાકોમાં જ તે વાઈરલ થઈ ગયો હતો અને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજી પણ આ વીડિયો જોવાઈ રહ્યો છે. આ વીડિયો પર કમેન્ટ્સ અને તેના આ ઈરાદા સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે.
તનુમિતાએ આ વીડિયો બાબતે સ્પષ્ટતા કરી હતી કે 2019ના એક શોનો હતો અને આ શોમાં જ તેને એ ટાસ્ક આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ વીડિયોને બહુ સિરીયલી લેવાની જરૂર નથી અને આ એક એન્ટરટેઈન્ટમેન્ટથી વિશેષ કંઈ જ નથી.