મનોરંજન

યાદ કીયા દિલને…11 વર્ષની ઉંમરે પહેલી ગઝલ લખી હતી કલમના આ જાદુગરે

कोई कहता था समुदंर हूं मैं
और मेरी जेब में क़तरा भी नहीं
खैरियत अपनी लिखता हूं
अब तो तकदीर में खतरा भी नहीं


આ વાંચીને લખનારની પ્રતિભાનો ખ્યાલ આવી જાય. હિન્દી સિનેમાજગત અને સાહિત્યજગતમાં અનેક એવી હસ્તીઓ થઈ ગઈ જેમને આજે પણ વાંચીએ તો સંવેદનાઓ જાગી ઉઠે અને મન મસ્ત થઈ જાય. શાયરી કે કવિતાના શોખિન ન હોય તેવા લોકો પણ તેમની સહેલી ઊર્દૂ સમજી શકે અને તેમની સાથે જોડાઈ શકે તેવા એક ખૂબ જ ઉત્કૃષ્ટ શાયર અને ગીતકાર કૈફી આઝમીનો આજે જન્મદિવસ છે. ઉત્તર પ્રદેશના આઝમ ગઢ જિલ્લાના મિજવાં ગામમાં 14મી જાન્યુઆરી, 1919ના રોજ જન્મેલા કૈફીનું અસલી નામ અખ્તર હુસૈન રિઝવી હતું. તેમને બાળપણથી લખવાનો શોખ હતો અને પરિવારે તેમને હંમેશાં સાથ આપ્યો. 11 વર્ષની ઉંમરે તેમણે પહેલી ગઝલ લખી હતી ત્યારે ગઝલનો મતલબ પણ સમજવો મુશ્કેલ હોય. જોકે ઘરના આ નાનકડા સભ્યનો શોખ એક દિવસ તેમને આટલા મશહૂર બનાવી દેશે તે કોઈને ખબર ન હતી. કૈફી જાણીતી અભિનેત્રી શબાના આઝમીના પિતા છે. વર્ષ 2002ની 10મી મેના રોજ તેમનું નિધન થયું હતું.


કૈફી આઝમીએ હિન્દી સિનેમા માટે ઘણા ગીતો લખ્યા છે જે આજે પણ પસંદ કરવામાં આવે છે. તેમણે પહેલીવાર વર્ષ 1951માં ફિલ્મ ‘બુઝદિલ’ માટે ગીતો લખ્યા હતા. લોકોને તેમનું કામ ખૂબ જ પસંદ આવ્યું, ત્યાર બાદ તેમણે ફિલ્મ, યહૂદી કી બેટી, પરવીન, મિસ પંજાબ મેલ, ઈદ કા ચાંદ માટે ગીતો લખ્યા. જો કે 1970માં આવેલી ફિલ્મ હીર રાંઝા માટે સંવાદો અને ગીતો લખ્યા બાદ લોકોના ધ્યાનમાં તેઓ આવ્યા અને ત્યારબાદ તેમની કલમનો જાદુ છવાયો. જે દાયકાઓ સુધી રહ્યો. પ્રેમગીતોથી માંડી ગઝલો, દેશભક્તિના ગીતો કે પછી ભજન કે પ્રેરણા ગીતો કૈફીની કલમ એકવાર ચાલતી તો સીધી સાંભળનારના હૃદયની આરસાર નીકળતી.


કૈફી તેમના અને આજના સમયના ગીતકારો માટે એક ટીચર કે મેન્ટરની ભૂમિકામાં પણ રહ્યા. તેમના ગીતો-શાયરીઓએ ઘણાને પ્રેરણા આપી. તેમાના એક આજના સમયના જાણીતા લેખક-ગીતકાર મનોજ મુંતશીર. મનોજનું નામ લેવાતા જ ફિલ્મ કેસરીનું ગીત તેરી મીટ્ટીમે મીલ જાવા…યાદ આવે. આ ગીત વિશે મનોજ મુંતશીરે પોતાના એક ઈન્ટવ્યુમાં કહેલી વાત છે. તેમણે જણાવ્યું કે મને ફિલ્મના ડિરેક્ટરે દેશભક્તિ ગીત લખવા કહ્યું. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ હૃદયમાં દેશભક્તિનો દરિયો ઉમટી ઊઠે તેવું ગીત મારાથી લખાતું ન હતું. ત્યાર બાદ ડિરેક્ટરે મને કૈફી આઝમીનું ફિલ્મ હકીકતનું અજર અમર ગીત કર ચલે હમ ફીદા…સાંભળવા કહ્યું. આ ગીત સાંભળીને મારી કલમમાંથી તેરી મીટ્ટીમેં મિલ જવાં…નીકળયું.


કૈફીએ એવા ઘણા ગીતો લખ્યા છે જ આજે પણ લોકોના હોઠ પર રમતા હોય છે.
આ તેમને યાદ કરતા તમારી સાથે તેમની કલમે લખાયેલી અમુક શાયરીઓ શેર કરીએ છીએ, એક એક શેરમાં જે ઊંડાણ અને લજાકત છે તે માણી તમારો દિવસ બની જશે અને તમે પણ કહી ઉઠશો વાહ કૈફી વાહ…

बस्ती में अपनी हिन्दू मुसलमाँ जो बस गए
इंसाँ की शक्ल देखने को हम तरस गए

रहने को सदा दहर में आता नहीं कोई
तुम जैसे गए ऐसे भी जाता नहीं कोई

बस इक झिजक है यही हाल-ए-दिल सुनाने में
कि तेरा ज़िक्र भी आएगा इस फ़साने में

मैं ढूंढता हूं जिसे वो जहाँ नहीं मिलता
नई ज़मीं नया आसमाँ नहीं मिलता
नई ज़मीं नया आसमाँ भी मिल जाए
नए बसर का कहीं कुछ निशाँ नहीं मिलता

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button