શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ કર્યો કરોડોનો નફો, જાણો હવે શું કર્યું?

મુંબઈ: બોલીવુડના કિંગખાને પોતાના અભિનયથી કરોડો લોકોના દિલ જીત્યા છે સાથે તે એક સફળ ફિલ્મ નિર્માતા અને બિઝનેસમેન પણ છે. શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સાથે ‘રેડ ચિલીઝ પ્રોડક્શન’ હાઉસ શરૂ કર્યું હતું. આ સિવાય શાહરૂખ એક વીએફએક્સ સ્ટુડિયોનો માલિક પણ છે. તેની પત્ની ગૌરી ખાન પણ આ બાબતમાં જરાય પાછળ નથી. તે પણ એક સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર છે તેમ જ નફો કઈ રીતે કમાવવો એ પણ બખૂબી જાણે છે.
બિઝનેસની સાથે શાહરૂખ અને ગૌરીએ ઘણી પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે. તાજેતરમાં જ શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ પોતાનો એક આલીશાન ફ્લેટ વેચીને કરોડોનો નફો કર્યો છે. ત્રણ વર્ષ પહેલા 2022માં ગૌરી ખાને મુંબઈના દાદરમાં આવેલી કોહિનૂર બિલ્ડિંગમાં 3 બીએચકેનો ફ્લેટ ખરીદ્યો હતો. તે સમયે આ ફ્લેટની કિંમત 8.5 કરોડ રૂપિયા હતી.
જોકે મીડિયાના અહેવાલ અનુસાર ગૌરીએ હવે તેનો આ ફ્લેટ 11.61 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. ગૌરીએ ફ્લેટ વેચીને મોટો નફો કર્યો છે. આંકડાઓની વાત કરીએ તો, આ સોદાથી ગૌરીએ લગભગ 37 ટકા (3 કરોડ)નો નફો કર્યો છે.
પ્રોપર્ટીના દસ્તાવેજો અનુસાર ગૌરી દ્વારા વેચવામાં આવેલા આ એપાર્ટમેન્ટ કુલ 1,985.04 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. તેનો કાર્પેટ એરિયા 1,803.94 ચોરસ ફૂટ છે, આ સિવાય આ ફ્લેટ સાથે બે કાર પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. 27.16 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ અને 30,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવી છે.
હવે ગૌરી ખાને રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ એન્ટ્રી કરી છે. તેણે મુંબઈમાં ‘ટોરી’ નામની પૈન એશિયન રેસ્ટોરાં શરૂ કરી છે. આ બિઝનેસ ઉપરાંત તે ફિલ્મોનું નિર્માણ પણ કરી રહી છે અને પોતાનો ઈન્ટિરિયર બિઝનેસ પણ ચલાવી રહી છે. તેણે અનન્યા પાંડે, કરણ જોહર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવી ઘણી ફિલ્મી સેલિબ્રિટીઝના કરોડોની કિંમતના એપાર્ટમેન્ટ સજાવ્યા છે.
આપણ વાંચો : બ્લેક સાડીમાં બલાની સુંદર લાગી Gauri Khan, Shuhana Khan એ કરી એવી કમેન્ટ કે…