શોની વચ્ચે પણ ‘મધર ડ્યૂટીઝ’ ભૂલી નથી ગૌહર ખાન, ‘ઝલક’ના સેટ્સ પરથી લીક થયો BTS વીડિયો.. | મુંબઈ સમાચાર
મનોરંજન

શોની વચ્ચે પણ ‘મધર ડ્યૂટીઝ’ ભૂલી નથી ગૌહર ખાન, ‘ઝલક’ના સેટ્સ પરથી લીક થયો BTS વીડિયો..

કોઈપણ નવી માતા માટે ઘર અને ઓફિસ બંને સંભાળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એક તરફ બાળક અને પરિવારને સમય ન આપી શકવાનો વસવસો અને બીજી તરફ પ્રોફેશનલ જિંદગીમાં પાછળ રહી જવાનો ડર. આ બંને વચ્ચે સતત માતાઓ ઝઝૂમતી રહે છે અને આ સ્થિતિમાંથી સેલિબ્રિટીઝ પણ બાકાત નથી.

ટીવી જગતની જાણીતી અભિનેત્રી ગૌહર ખાન પણ એક ન્યુ મોમ છે. તેણે ગત વર્ષે જ બેબી બોયને જન્મ આપ્યો હતો. માતા બન્યા બાદ હવે તે પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઇફ વચ્ચે બેલેન્સ જાળવી રાખવાના પ્રયાસો કરી રહી છે.

ગૌહર ખાને ‘ઝલક દિખલા જા’ રિયાલિટી ડાન્સ શોને હોસ્ટ કરી રહી છે. તેની સાથે જ શોને હોસ્ટ કરી રહેલા અભિનેતા રિત્વિક ધનજાનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગૌહરનો એક વિડિયો મૂક્યો હતો. આ વીડિયોમાં તેણે ગૌહરને ટેગ પણ કરી હતી અને કેપશનમાં લખ્યું હતું કે ‘કામની વચ્ચે પણ માતાની ડયૂટી નિભાવતી ગૌહર ખાન.’

Back to top button