હાથના કર્યા નડ્યાઃ હીટ ફિલ્મો આપી ચૂકેલો સ્ટાર હવે વિદેશમાં કપડા વેચે છે…

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર છે જેમને કામ, દામ બધું જ મળે છે, પણ તેને જાળવી રાખવાનું તેમને આવડતું નથી અને ક્યાં ખોવાઈ જાય છે તે ખબર પણ પડતી નથી. મહામહેનતે જે પ્રોજેક્ટ મળ્યા હોય તે પણ હાથમાંથી જતા રહે છે. ઘણા સ્ટાર પોતાના ખોટા નખરા અને અશિસ્ત કે ખરાબ વ્યવહારને લીધે ફેંકાઈ જાય છે, તો ઘણા ઈન્ડસ્ટ્રીના પોલિટિક્સનો શિકાર બને છે. પરંતુ આજે જે અભિનેતાની વાત કરવા જઈ રહ્યા છે તે તેમે કરેલા એક અપરાધને લીધે ઓજલ થઈ ગયો છે અને મળતા અહેવાલ અનુસાર કપડા વેચવા મજબૂર થયો છે.
આ અભિનેતાનું નામ છે શાઈની આહુજા. પહેલી જ ફિલ્મ હજારો ખ્વાઈશે ઐસી માટે બેસ્ટ એક્ટર એવોર્ડ મેળવનારા શાઈની પર 2009માં એક કેસ દાખલ થયો. પોતાના ઘરની 19 વર્ષીય હાઉસહેલ્પ પર બળાત્કાર કરવા, તેને કિડનેપ કરી રાખવાના આરોપે સમગ્ર બોલીવૂડન હચમચાવ્યું. આહુજાની ધરપકડ થઈ. થોડા મહિના બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. જોકે, ફરિયાદીએ પાછળથી પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું.

ફરી 2011 માં, ડીએનએ રિપોર્ટ અને પીડિતાના પ્રારંભિક નિવેદનના આધારે, મુંબઈની ફાસ્ટ-ટ્રેક કોર્ટે શાઇનીને કેસમાં દોષિત ઠેરવ્યો અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારી. આ આદેશ સામે, શાઇનીએ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી જામીન તો મેળવ્યા, પણ પછી બોલીવૂડમા તેને કંઈ ફાવ્યું નહીં. શાઇનીએ વેલકમ બેક ફિલ્મની કમબેકની કોશિશ કરી પણ પછીથી ગાયબ થઈ ગયો.
Just came to know Shiney Ahuja
— Oxygen(@WhateverVishal) October 27, 2025
Lives in Phillipines
Turned 50 in July and does Garments business pic.twitter.com/f1qOxIYjNi
જોકે આ ઘટના પહેલા શાઈનીએ ઘણી સારી ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું. વિક્રમ ભટ્ટની ગેંગસ્ટર, મહેશન ભટ્ટની વો લમ્હે, શિલ્પા શેટ્ટી સાથે લાઈફ ઈન મેટ્રો અને અક્ષય કુમાર અને વિદ્યા બાલન સાથે ભૂલ ભૂલૈયામાં પણ દેખાયો હતો. અલગ લૂક્સ અને સારી ફિલ્મોના સિલેક્શનને લીધે તેણે ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું હતું, પરંતુ પોતે જ પોતાની કરિયર પર કુહાડી મારી દીધી હતી.
હવે તે ફિલિપાઈન્સમાં રહે છે અને કપડાના ધંધા સાથે જોડાયેલો છે, તેવી તસવીરો વાયરલ થતા લોકોને તે ફરી યાદ આવ્યો છે. શાઈનીના પરિવાર વગેરે અંગે કોઈ માહિતી મેળવવાની કોશિશ કોઈએ કરી ન હતી.



