ગણેશ ચતુર્થી સ્પેશિયલ: ટીવી પર ગણપતિ બાપ્પાનો રોલ ભજવનારા કલાકારોને જાણો?

મુંબઈઃ દુંદાળા દેવના આગમનની લોકો દર વર્ષે આતુરતાથી રાહ જુએ છે. લોકો ધામધૂમથી ભગવાન ગણેશની પોતાના ઘરે પધરામણી કરે છે. આ સમયે, સમગ્ર વાતાવરણ ગણેશમય બની જાય છે. ભગવાન ગણેશની વાર્તાઓ દર્શકો સુધી પહોંચાડવા માટે ટીવી પર પણ ઘણી ફિલ્મો અને ધારાવાહિકો બનાવવામાં આવી છે. આમાં કામ કરનારા કલાકારોને ગણપતિ બાપ્પાના રૂપમાં પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ ખાસ પ્રસંગે, અમે તમને ટીવી પર ભગવાન ગણેશની ભૂમિકા ભજવનારા કલાકારો વિશે જણાવીશું.
જાગેશ મુકાતી ‘શ્રી ગણેશ’

‘શ્રી ગણેશ’ સીરિયલ 2000માં સોની ટીવી પર આવી હતી, જેમાં જાગેશ મુકાતીએ ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. તેમાં સુનીલ શર્મા (શિવ) અને ગાયત્રી જયરામન (પાર્વતી) પણ હતા. લોકપ્રિય ગુજરાતી થિયેટર અભિનેતા જાગેશનું જૂન 2020માં અવસાન થયું. તેઓ ‘અમિતા કા અમિત’ જેવા શોમાં પણ જોવા મળ્યા હતા.
ઉઝૈર બસર અને ‘વિઘ્નહર્તા ગણેશ’

સોની ટીવીનો ધાર્મિક શો ‘વિઘ્નહર્તા ગણેશ’ ઓગસ્ટ 2017માં શરૂ થયો હતો, જેમાં ઉઝૈર બસર અને નિષ્કર્ષ દીક્ષિતે ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી. આ શો 2017 થી 2021 સુધી ચાલ્યો હતો અને તેના 1026 એપિસોડ આવ્યા હતા, જેમાં પાર્વતી, કાર્તિકેય અને હનુમાનના પાત્રો પણ હતા.
સાધિલ કપૂર ‘દેવોં કે દેવ…મહાદેવ’

સાધિલ કપૂરે ટીવી શો ‘દેવોં કે દેવ…મહાદેવ’માં ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી. આ શો 2011 થી 2014 દરમિયાન લાઇફ ઓકે ચેનલ પર પ્રસારિત થયો હતો. સાધિલે બાલ ગણેશ તરીકે પોતાની માસૂમિયત અને મધુર વાણીથી દર્શકોના દિલ જીતી લીધા હતા. શો માં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ અને યાદગાર હતી.
આકાશ નાયર ‘ગણેશ લીલા’

આકાશ નાયરે લોકપ્રિય ટીવી શો ‘ગણેશ લીલા’ માં ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી. આ શો વર્ષ 2011 માં શરૂ થયો હતો અને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થયો હતો.
સ્વરાજ યેવલે ‘ગણપતિ બાપ્પા મોર્યા’

સ્વરાજ યેવલેએ ટીવી શો ‘ગણપતિ બાપ્પા મોર્યા’ માં ભગવાન ગણેશની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં તેમનો અભિનય દર્શકોને ખૂબ ગમ્યો અને તેમની ઘણી પ્રશંસા થઈ હતી.
અલ્પેશ ઢાકન ‘દેવોં કે દેવ મહાદેવ’

‘દેવોં કે દેવ મહાદેવ’ એ મોહિત રૈનાને ભગવાન શિવની ભૂમિકા માટે ઘણી ઓળખ અપાવી. પરંતુ આ શોમાં ભગવાન ગણેશની ભૂમિકા ભજવનાર અલ્પેશ ઢાકને પણ પોતાની સાદગી અને ઉત્તમ અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા.
અદ્વૈત કુલકર્ણી ‘જય દેવ શ્રીગણેશ’

અદ્વૈત કુલકર્ણી ટીવી શો ‘જય દેવ શ્રીગણેશ’માં ભગવાન ગણેશની ભૂમિકા ભજવનાર સૌથી યુવા કલાકારોમાંનો એક છે. તેણે પોતાના માસૂમ અભિનય અને સુંદર શૈલીથી દર્શકોના દિલ જીતી લીધા. નાની ઉંમરે આવી ભૂમિકા ભજવીને, અદ્વૈતે ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી.